રાજ્યમાં ભારે વરસાદને પગલે રેલવે ટ્રેક પર પાણી ભરાતા કેટલીક ટ્રેનોના રૂટ પર અસર છે. જેથી અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. પૂરની પરિસ્થિતિના પગલે આજે ૨૬ ટ્રેનો રદ કરવામાં આવી છે. તો આવતી કાલે ૧૦ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
જ્યારે વડોદરાથી વારાણસી જતી મહામના ટ્રેન ૪ કલાક મોડી ઉપડી હતી. આણંદ- ગોધરા વચ્ચે રેલ લાઇન પર પાણી ભરાતા આ રૂટની ટ્રેનો રદ કરાઇ હતી. નડિયાદ -મોડાસા ટ્રેનને પણ હાલમાં રદ કરી દેવામાં આવી છે. રેલવે સ્ટેશન ખાતે સેંકડો મુસાફરો અટવાઇ જવા પામ્યા છે. ઘણા મુસાફરો તો એક દિવસ ઉપરાંતથી સ્ટેશન ઉપર આસરો લઇ રહ્યા છે.


















