ભાલ પંથકમાં વરસાદી હોનારતમાં તલાટીમંત્રીઓ રાહત સેવામાં રહ્યા

338

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વરસાદી હોનારતમાં અસરગ્રસ્ત ગામોમાં રાહત સેવામાં તલાટીમંત્રીઓ રહ્યા હતાં. સમગ્ર સરકારી તંત્ર ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વરસાદી તારાજીમાં ચોવીસ કલાક ફરજ પર રહી રાહત કાર્ય કરતું રહ્યું છે.

આ પંથકના ગામોમાં તલાટી મંત્રીઓ દ્વારા પણ સારી કામગીરી રહી છે.જેમાં માઢિયા, સનેસ, મીઠાપર વગેરે ગામોમાં યુવરાજસિંહ ગોહિલ, આનંદભાઈ ખસિયા, હિતેષભાઈ કાંબડ તથા અન્નપુર્ણાબેન વંકાણી વગેરે રહ્યા હતાં. તેઓ કાદવ, કીચડ, ભરાયેલા પાણી તથા  અંદરના ઝુંપડા સુધી પહોંચી ખાદ્ય સામગ્રી વિતરણ કર્યુ હતું. મોટેરા તેમજ અહિંના બાળકોમાં ખુશીની લાગણી જણાતી હતી.