હરિયાણા : શાહે વિધાનસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુક્યું

496

હરિયાણામાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે સંપૂર્ણપણે કમરકસી લીધી છે અને આનું ચૂંટણી રણશીંગુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહેએ જીંદમાં આસ્થા મહારેલીમાં ફુંક્યું હતું. આ દરમિયાન અમિત શાહે કલમ ૩૭૦ને દૂર કરવાના ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલમ ૩૭૦ એટલા માટે હટાવી શક્યા કેમ કે તેમના મનમાં વોટબેંકની લાલચ કરી નથી જ્યારે પૂર્વ સરકારે વોટબેંકની લાલચમાં આ નિર્ણય કરી શક્યા ન હતા. અમિત શાહે કહ્યું હતું કે, જે સરકારો પાંચ વર્ષમાં કામ નથી કરી શકતી તે ૭૫ દિવસમાં અમે કરી બતાવ્યું છે. સરદાર પટેલનું અખંડ ભારતનું સપનું મોદીએ પુરુ કર્યું છે. કાશ્મીર ભારતનો અખંડ ભાગ છે. કોંગ્રેસની સરકારો વોટબેંકની લાલચમાં આ કરી શક્યું નથી.

મોદી સરકારને ૭૫ દિવસમાં કરી બતાવ્યું છે. કલમ ૩૭૦ અને ૩૫એ દૂર કરવી એ દેશની અખંડતા માટે જરૂરી હતું. આજે માભારતી આનંદિત છે. ગૃહ મંત્રી અમિત શાહ આજે હરિયાણાના જીંદમાં પાર્ટીની આસ્થા રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વખતે ફરી એકવાર હરિયાણામાં બે તૃતિયાંશ બહુમતીથી અમે સરકાર બનાવીશું. તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકાર દ્વારા કલમ ૩૭૦ હટાવવાના મામલે કોંગ્રેસ ઉપર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જે કામ ૭૦ વર્ષમાં ન થયું તે અમે ૭૫ દિવસમાં કરી બતાવ્યું. જીંદના એકલવ્ય સ્ટેડિયમમાં ભાજપ તરફથી આયોજિત આસ્થા રેલીમાં અમિત શાહે લોકોને સંબોધિત કરતા કહ્યું કે મોદીજીએ ક્યારેય વોટબેંકની લાલચ કરી નથી. ભાજપે ૩૭૦ મતો મેળવી કલમ ૩૭૦ હટાવી. કલમ ૩૭૦ હટ્યા બાદ જમ્મુ અને કાશ્મીરના વિકાસ માટે જે પથ્થર હતો તે હવે હટી ગયો છે અને મોદીજીના નેતૃત્વમાં હવે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ વિકાસના રસ્તે આગળ વધશે. તેમણે કહ્યું કે જે કામ અન્ય સરકારો પાંચ વર્ષમાં નથી કરતી તે કામ મોદી સરકારે ૭૫ દિવસમાં પૂરું કર્યું છે.

સૌથી મોટું કામ સરદાર પટેલનું સપનું હતું કે દેશ અખંડ ભારત બને અને તેમાં કલમ ૩૭૦ એક અડચણ હતી. ૩૭૦ ને હટાવવાનું કામ ૭૦ વર્ષ સુધી કોંગ્રેસની સરકારો જે વોટબેંકની લાલચમાં આવીને ન કરી શકે તે કામ મોદી સરકારે ૭૫ દિવસમાં કરી બતાવ્યું. અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદીજીએ સ્વતંત્રતા દિવસ પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જાહેરાત કરી છે. અનેક વર્ષોથી તેની ભલામણ થતી રહી પરંતુ તેની જાહેરાત ક્યારેય થઈ શકી નહી. તેનાથી યુદ્ધ સમયે સેનાઓ વચ્ચે સરસ રીતે સામંજસ્ય થશે અને સેનાઓ વજ્ર સમાન દુશ્મનનો સામનો કરી શકશે.  રેલીને સંબોધિત કરતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે જ્યારે તે પહેલા વિધાનચૂંટણી માટે હરિયાણામાં આવ્યો હતો ત્યારે ૪૭ બેઠકો સાથે ભાજપની સરકાર બની હતી. હવે આવ્યો છું તો તમને આહ્વાન કરું છું કે આ વખતે ૭૫ બેઠકો સાથે ભાજપની સરકાર બનાવો. તેમણે કહ્યું કે જે હરિયાણા જમીનના સોદા માટે જાણીતું હતું, જે હરિયાણાની સરકારો બિલ્ડરોના હાથની કથપૂતળી હતી, જ્યાં નોકરી એક વ્યવસાય બન્યો હતો, ત્યાં મનોહરલાલ ખટ્ટરજીએ પોતાના એક જ કાર્યકાળમાં ભ્રષ્ટાચારને ભૂતકાળ બનાવ્યો છે.

Previous articleસ્કુલ-ટેલિફોન પરથી અંકુશ ટૂંકમાં હટાવાશે :મુખ્ય સચિવ
Next article૭૦ વર્ષનું કામ અમે ૭૦ દિવસમાં કર્યુ : મોદી