’વી કેન બી હીરોઝ’થી પ્રિયંકા ચોપડા નેટફ્લિક્સ પર ડેબ્યુ કરશે

622

બોલિવૂડમાં ઓળખ બનાવ્યા પછી હોલીવુડમાં પણ પોતાની ખ્યાતિ સ્થાપિત કરનારી પ્રિયંકા ચોપડા હવે નેટફ્લિક્સમાં પણ પોતાનો હાથ અજમાવવાની તૈયારીમાં છે. ક્વિટિંકો ગર્લ પ્રિયંકા ચોપડા નેટફ્લિક્સની સુપરહિરો સિરીઝ, વી કેન બી હીરોઝમાં જોવા મળશે.

ફિલ્મ વિવેચક તરણ આદર્શે પોતાના ટિ્‌વટર હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે. આ ફિલ્મનું નિર્દેશન સ્પાય કિડ્‌સના ડિરેક્ટર રોબર્ટ રોડ્રિગુએજ દ્વારા કરવામાં આવશે. આ પહેલા અભિનેત્રી ’ધ રોક’ સાથે ફિલ્મ ’બેવૉચ’ માં જોવા મળી હતી. તાજેતરમાં પ્રિયંકાની ’ઇઝન્ટ ઇટ રોમેન્ટિક’ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.

પ્રિયંકા ચોપડાની આ આગામી ફિલ્મ અંગે ચાહકોમાં ભારે ઉત્તેજના છે. અભિનેત્રીને તેના દેખાવ અને સારી સ્ટાઇલ માટે પસંદ કરવામાં આવી છે. તાજેતરમાં જ એક પ્રિયંકા ચોપડા ’બ્યૂટીકોન ફેસ્ટિવલ લોસ એન્જલસ ૨૦૧૯’ માં ભાગ બની હતી. આ સમય દરમિયાન જ્યારે એક પાકિસ્તાની મહિલાએ તેને પર નિશાન સાધ્યું હતું, ત્યારે અભિનેત્રીએ તેને યોગ્ય જવાબ પણ આપ્યો. આ શોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં ફિલ્મ ’ધ સ્કાય ઇઝ પિંક’ માં જોવા મળશે.

Previous article‘તારક મહેતા કા…’માં પલક સિધવાણી સોનુનું પાત્ર ભજવશે
Next article’મારી મરજી હું જ્યાં શો કરૂ’ : મીકા સિંહ