નૌકાદળના વડાની કરમબીર ચેતવણી : જૈશના ત્રાસવાદીઓ સમુદ્રમાર્ગે દેશમાં હુમલો કરી શકે

408

નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે સોમવારે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અંડર વોટર એટેકની તૈયારી કરી રહ્યું હોવાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, જૈશ તેના આંતકીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે. પરંતુ આપણી ભારતીય સેનાના દરેક પ્રકારના હુમલાઓનો સામનો કરવા માટે તૈયાર છે. સાથે જ પાકિસ્તાન અને ચીનના હવાઈ અભ્યાસ પર એરફોર્સ નજર રાખી રહી છે.

એડમિરલ કરમબીર સિંહે કહ્યું કે, ૨૦૮માં થયેલા ૨૬/૧૧ હુમલા બાદ અમે દરિયાકાંઠાની સુરક્ષામાં વધારો કરી દીધો છે. હવે વોટર વેથી કોઈ ઘુસણખોરી કરી શકે તેમ નથી. સિંહને જ્યારે બજેટની ફાળવણી વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, બજેટના કારણે અમારે પ્લાનિંગમાં થોડા ફેરફાર કરવા પડશે. બજેટના કારણે જ અમે અમુક હદ સુધી સિમિત છીએ.

હિંદ મહાસાગરમાં નેવીની સેના ચીની સૈનિકોની હિલચાલ પર નજર રાખી રહી છે. અમે હિન્દ મહાસાગર વિસ્તારમાં વિકાસ કાર્યો પર ધ્યાન આપી રહ્યાં છીએ. ચીન એક વૈશ્વિક શક્તિ બનવા માગે છે, જેથી તે આ ક્ષેત્રમાં આવશે. અમારા માટે રાષ્ટ્ર હિત સર્વોપરી છે, જેના વિરોધમાં કોઈ પણ પ્રવૃત્તિ થશે તો અમે કાર્યવાહી કરીશું.

વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, ચીનના હોટન શહેરમાં બે દિવસથી પાકિસ્તાન-ચીન વચ્ચે ચીનનો હવાઈ અભ્યાસ ચાલી રહ્યો છે.

જેમાં બન્ને દેશોએ નવીનતમ ફાઈટર જેટ તહેનાત કર્યા છે. પાકિસ્તાને પોતાના જેએફ-૧૭ ફાઈટર વિમાનો સાથે સામેલ થયા છે. જ્યારે ચીન પોતાના જે-૧૦ અને જે-૧૧ ફાઈટર વિમાનો સાથે ભાગ લઈ રહ્યો છે.

ભારતીય વાયુસેનાના અધિકારીઓએ કહ્યું કે, હવાઈ અભ્યાસનું કોડ નેમ શાહીન છે. જે લદ્દાખના લેહ શહેરથી ૨૦૦ કિમી દૂર હોટન શહેરમાં થઈ રહ્યું છે. પાકિસ્તાની સેનાએ ચીન જતા પહેલા ગિલગલિટ બાલ્ટિસ્તાન રીજનના સ્કર્દૂ વિસ્તારમાં જોવા મળ્યા હતા.

Previous articleમુસાફરો ભરેલા બે વાહનો પર ટ્રક પલટાતા ૧૬નાં મોત, પાંચ ઘાયલ
Next articleચોર-ચોરીની વાતો રાહુલ કરે છે ત્યારે પ્રજા જવાબ આપે છે : સીતારામન