ચોર-ચોરીની વાતો રાહુલ કરે છે ત્યારે પ્રજા જવાબ આપે છે : સીતારામન

425

આરબીઆઈ પાસેથી સરકારને મળનાર ફંડને લઇને કોંગ્રેસ પાર્ટી દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારામને આજે આનો જવાબ આપ્યો હતો. ફંડ ટ્રાન્સફરને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરબીઆઈમાંથી ચોરીનું નામ આપ્યું છે. આના ઉપર નાણામંત્રીએ કહ્યું છે કે, જ્યારે પણ રાહુલ ગાંધીએ ચોર અને ચોરી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે ત્યારે જનતાએ યોગ્ય જવાબ આપ્યો છે. નાણામંત્રીએ કહ્યું હતું કે, આવા નિવેદન કરતા પહેલા રાહુલ ગાંધીએ પોતાની સરકારના નાણામંત્રીઓ સાથે વાતચીત કરી લેવાની જરૂર હતી. આજે સાંજે નાણામંત્રીએ પત્રકાર પરિષદ કરવા માટે પહોંચ્યા ત્યારે આરબીઆઈથી મળનાર ફંડને લઇને પ્રશ્નો કરવામાં આવ્યા હતા.

સરકાર આ ફંડનો ઉપયોગ કઇરીતે કરશે તે અંગે કોઇપણ પ્રકારની માહિતી હાલમાં આપવામાં આવનાર નથી.

પત્રકાર પરિષદ દરમિયાન નાણામંત્રીને રાહુલ ગાંધીના ટિ્‌વટ અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરીને કહ્યું છે કે, આરબીઆઈથી ચોરી કરવાથી કોઇ ફાયદો થનાર નથી. ડિસ્પેન્સલીથી બેન્ડેડ ચોરી કરીને ગોળીના ઘા પર લગાવવા જેવી બાબત આ રહેલી છે. સીતારામને આના જવાબમાં કહ્યું છે કે, જ્યારે પણ રાહુલ ગાંધી ચોર અને ચોરી જેવા શબ્દોનો ઉપયોગ કરે છે ત્યારે તેમના દિમાગમાં એક બાબત આવે છે કે, રાહુલે ચોર ચોર બુમો પાડીને ઘણા પ્રયાસો કર્યા છે પરંતુ જનતાએ યોગ્ય જવાબ આપ્યા છે. એક જ શબ્દનો વારંવાર ઉપયોગ કરવાથી કોઇ ફાયદો થનાર નથી. સીતારામને કહ્યું હતું કે, નાના, મધ્યમ, માઇક્રો અને નેનો અથવા તો મોટા ઉદ્યોગપતિઓ તમામ માટે કોઇપણ ચિંતા કર્યા વગર પોતાની કામગીરી જારી રાખે તેમ અમે ઇચ્છીએ છીએ. મંત્રીએ કહ્યું હતુંકે, આરબીઆઈ ફંડ ટ્રાન્સફરને લઇને કમિટિની નિમણૂંક આરબીઆઈએ કરી હતી. આ કમિટિના એક નિષ્ણાતે જ આ ફોર્મ્યુલા આપી હતી જેના આધાર પર પૈસા આવી રહ્યા છે. આરબીઆઈની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નો ઉઠાવવાની બાબત પણ યોગ્ય નથી. સીતારામને કહ્યું હતું કે, સરકાર પર રિઝર્વ બેંકના નાણાંને ચોરી કરવાના આક્ષેપ લગાવતા પહેલા કોંગ્રેસ પાર્ટીએ પોતાના સમયના નાણામંત્રીઓ સાથે વાત કરવાની જરૂર છે. અગાઉ આનંદ શર્માએ પણ શ્વેતપત્ર લાવવાની માંગ કરી હતી. સાથે સાથે દેશની અર્થવ્યવસ્થા મંદી અને સુસ્તીમાં નહીં બલ્કે કઠોર સંકટમાં હોવાની વાત કરી હતી.

Previous articleનૌકાદળના વડાની કરમબીર ચેતવણી : જૈશના ત્રાસવાદીઓ સમુદ્રમાર્ગે દેશમાં હુમલો કરી શકે
Next articleRBIએ સરકારને આપેલ ૧.૭૬ લાખ કરોડ ૫ ક્ષેત્રોમાં કામ લાગશે