દુધાળા ખાતે વતનપ્રેમી દાતાઓના સહયોગથી નિર્મિત જળાશયનું લોકાપર્ણ

577

લાઠી તાલુકા ના દુધાળા ખાતે જળ સંસાધન નું નમૂના રૂપ કાર્ય લોકભોગ્ય બન્યું જળ સંસાધન ની પ્રવૃત્તિ ને દરેક ધર્મ શાસ્ત્ર માં મંદિર બાંધવા ની પ્રવૃત્તિ સમાંતર સરખાવી છે ત્યારે હરેકૃષ્ણ એક્સપોર્ટ ના સવજીભાઈ ધોળકિયા , ભવાની જેમ્સ ના મનજીભાઈ ધોળકિયા, રામકૃષ્ણ એક્સપોર્ટ  ગોવિદભગત સહિત ના નાના મોટા ઉદારદિલ દાતા ઓ આર્થિક સહયોગ અને હજારો  શ્રમદાની સ્વંયમ સેવકો ના સહયોગ થી લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના ભવિષ્ય ને જળ વ્યવસ્થા માટે સુનિશ્ચિત કરી દુધાળા માં પાંચ વિશાળ જળાશયો હરેકૃષ્ણ સરોવર નિર્માણ કરવા ૪૫ ડિગ્રી તાપમાન માં પણ સતત ખડેપગે રહી સુંદર કાર્ય કરાવ્યું હતું વતન ના રત્નો અગ્રણી ઉદ્યોગ પતિ શ્રી દુધાળા હોય કે લાઠી નો ગાંગડિયો તાલુકા ના વિકાસ અને વતન ની આર્થિક ઉન્નતિ માટે સતત ઉદારદિલ દાતા ઓ રાજસ્વી અગ્રણી ઓ અને હજારો શ્રમદાની ઓ તત્પર રહ્યા છે દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના માટે સામાજિક સંવાદિતા પ્રગટાવી વ્યવસ્થા નું ગદગદિત કરતી ગરિમા સાથે તા ૨૬ /૮ ના રોજ લોકાર્પણ કરાયું જંગમી તીર્થંકર સમાં સંતો વડીલો અને મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ માજી કૃષિમંત્રી વધાસિયા કેન્દ્રીય મંત્રી રૂપાલા ના પુત્ર સહિત અમરેલી જિલ્લા નાઅગ્રણી ઓ તાલુકા જિલ્લા અને વિવિધ ગ્રામ્ય વિસ્તાર ના સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના સૂત્રધાર સહીત હજારો ની વિશાળ હાજરી માં વિવિધ જળ મંદિરો નું ભવ્ય લોકાર્પણ કરાયું હતું

Previous articleરાણપુર તાલુકામાં રોગચાળો અટકાવવા જંતુનાશક દવા છંટકાવ કામગીરી કરાઈ
Next articleવિધવા સહાય ચૂકવવાની કામગીરીમાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજયમાં મોખરે