૫૨ ગજની ધજા લઇ વ્યાસવાડીથી નીકળ્યો સંઘ, કલમ ૩૭૦ની રંગોળીથી સ્વાગત કરાયું

450

દર વર્ષે ભાદરવા સુદ એકમથી નીકળતા અંબાજી પગપાળા સંઘનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે અમદાવાદના વ્યાસવાડીના ભવ્યાતિભવ્ય પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયાં હતાં. જેમાં માતાજીની ૫૨ ગજની ધજા સાથે ભક્તો શ્રદ્ધા સાથે અંબાજી જવા નીકળ્યાં છે.

આ ઘજા ભાદરવી પુનમે અંબાજીના શિખર પર લહેરાશે. અમદાવાદના વ્યાસવાડીનો સંઘ સૌથી જૂનો સંઘ છે. સતત ૨૫ વર્ષથી આ સંઘ ૫૨ ગજની ધજા સાથે પગપાળા નીકળે છે. આજે પણ આ સંઘે પ્રસ્થાન કર્યું તેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. ગરબા અને બોલ માડી અંબે જય જય અંબેના નારા સાથે માં અંબાના રથે પ્રસ્થાન કર્યું હતું. વ્યસવાડીથી સંઘ નીકળતાની સાથે રસ્તામાં ભક્તો દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

૩૭૦ અને ૩૫ છ હટાવી તેની રંગોળી દોરી ને સ્વાગત કર્યું હતું. આ સંઘની ધજા સૌપ્રથમ અંબાજી મંદિરમાં ચડાવામાં આવે છે. સંઘમાં સામેલ થનાર લોકોનું કેહવું છે કે માં અંબા તેમની દરેક મનોકામના પુરી કરે છે. અને તેઓ વિશ્વાસ અને આસ્થા સાથે આ સંઘમાં જોડાય છે. ૩૭૦ અને ૩૫ છ હટાવી તેની રંગોળી દોરી ને સ્વાગત કર્યું હતું. આ સંઘની ધજા સૌપ્રથમ અંબાજી મંદિરમાં ચડાવામાં આવે છે. સંઘમાં સામેલ થનાર લોકોનું કેહવું છે કે માં અંબા તેમની દરેક મનોકામના પુરી કરે છે. અને તેઓ વિશ્વાસ અને આસ્થા સાથે આ સંઘમાં જોડાય છે.

Previous articleઅમદાવાદની ૫૫ સોસાયટીનાં ૧૭૦૦ મકાન સરકાર કબજે કરશે
Next articleગુડા આવાસ સહિતની૧૦ સાઇટ પરથી મચ્છરના બ્રિડીંગ મળ્યાં