આસામ : NRCની અંતિમ યાદી જારી, ૧૯.૦૬ લાખની બાદબાકી

463

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી)ની અંતિમ યાદી આજે જારી કરવામાં આવી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોને અંત આવી ગયો હતો. આ યાદીમાં ૧૯.૦૭ લાખ લોકોની બાદબાકી થઈ ગઈ છે. જ્યારે યાદીમાં ૩.૧૧ કરોડથી વધુ લોકો શામેલ કરવામાં આવી ચુક્યા છે. અંતિમ એનઆરસીની યાદીમાં ૩.૧૧ કરોડ અરજીદારોના નામ સામેલ કરવામાં આવી ચુક્યા છે. એનઆરસી સ્ટેટ કોઓર્ડીનેટરની ઓફિસ તરફથી આ મુજબની આજે આપવામાં આવી છે. એનઆરસી માટે કુલ ૩૩૦૨૭૬૬૧ લોકો દ્વારા અરજી કરવામા આવી હતી. આસામમાં યાદી જારી કરવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં લોકો તરત જ બારપેટા જીલ્લામાં એનઆરસી સેવા કેન્દ્રમાં ઉમટી પડ્યા હતા. તેમના નામની ચકાસણી કરવા માટે આ લોકોનો ઠસારો જોવા મળ્યો હતો. સેન્ટર પર અંતિમ એનઆરસી યાદીમાં તેમના નામની ચકાસણી કરવા જોરદાર લાઈનો જોવા મળી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, પરિવારના સભ્યોના નામ આવરી લેવામાં આવ્યા છે. અંતિમ લિસ્ટ સવારે ૧૦ વાગે જારી કરવામાં આવ્યું હતું. ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટમાં આવેલા આદેશ મુજબ આસામમાં એનઆસરીની આ યાદી જારી કરવામાં આવી છે. એનઆરસીની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ચાલી રહી હતી. આસામમાં એનઆરસીની અંતિમ યાદી આજે સવારે જારી કરવામાં આવી હતી.

અંતિમ યાદીમાં ૧૯ લાખ લોકો સ્થાન મેળવી શક્યા નથી. આ લોકો યાદીમાં સ્થાન મેળવી લેવામાં સફળ ન રહેતા તેમનામાં બેચેની અને નારાજગી વધી ગઇ છે. એનઆરસી સાથે જોડાયેલા અધિકારીઓએ કહ્યુ છે કે કુલ ૩૧૧૨૧૦૦૪ લોકોએ આ યાદીમાં સ્થાન મેળવી લેવામાં સફળતા મેળવી છે.

તેમણે કહ્યુ હતુ કે એનઆરસીની અંતિમ યાદીમાંથી ૧૯૦૬૬૫૭ લોકો બહાર થઇ ગયા છે. આસંખ્યા ખુબ મોટી રહેલી છે. હવે એનઆરસીની બહાર થયેલા તમામ લોકોને હવે નક્કી કરવામાં આવેલી સમયમર્યાદામાં જ વિદેશી ન્યાયાધિકરણની સામે અપીલ કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટ દ્વારા તે પહેલા ૩૧મી ઓગષ્ટ સુધી એનઆરસીની અંતિમ યાદી જારી કરવા માટેના આદેશ જારી કર્યા હતા. એનઆરસીની યાદી તૈયાર કરવા માટેની પ્રક્રિયા ચાર વર્ષ પહેલા શરૂ કરવામા ંઆવી હતી. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી મહેતલની અંદર જ યાદી તૈયાર કરી લીધી છે. પાઇનલ લિસ્ટ જોઇ શકાય છે. આ પ્રકાશનથી ભારતીય નાગરિકોની ઓળખની સાથે સાથે બાંગ્લાદેશના ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ પણ કરી લેવામા ંઆવી છે. આ પહેલા જ્યારે મુસદ્દો એનઆરસી પ્રકાશિત કરવામાં આવ્યો હતો ત્યારે ૪૦.૭ લાખ લોકો આનાથી બહાર થઇ ગયા હતા. જેને લઇને દેશભરમાં ભારે હોબાળો થયો હતો. રાજકીય પક્ષો દ્વારા ખોટી રીતે લોકોને એનઆરસીમાં સામેલ કરવા અથવા તો કાઢી નાંખવાના આરોપો મુકવામાં આવ્યા હતા. આ આરોપો બાદ હવે આને જાહેર કરી દેવામાં આવી છે. આસામમાં સોમવારના દિવસથી આશરે ૨૦૦ વધારાના વિદેશી ન્યાયિકરણ કામ કરનાર છે. જ્યાં એવા નાગરિકો પોતાની રજૂઆત કરી શકે છે જે નાગરિકના નામ રાષ્ટ્રીય નાગરિક યાદીમાં આવ્યા નથી. આસામ સરકાર કેન્દ્ર સરકારની મદદથી આ વિદેશી ન્યાયાધિકરણની રચના કરી રહી છે. હાલમાં ૧૦૦ વિદેશી ન્યાયાધિકરણ કામ કરી રહ્યા છે. પહેલી સપ્ટેમ્બરથી એટલે કે આવતીકાલથી કુલ ૨૦૦ વધારાના વિદેશી ન્યાયાધિકરણ કામ કરનાર છે. અંતિમ એનઆરસીમાં પ્રવેશ મેળવી લેનાર લોકોને જ તમામ લાભ મળનાર છે. મસુદ્ધા એનઆરસીમાં જે લોકોના નામ સામેલ ન હતા અને તેમને અંતિમ એનઆરસીમાં જગ્યા મળી ગઇ છે તો તેમને આધાર કાર્ડ આપવામાં આવનાર છે. એનઆરસી અધિકારીઓના કહેવા મુજબ ૩૦મી જુલાઇ ૨૦૧૮ના દિવસે પ્રકાશિત મુસદ્દામાં એનઆરસીમાં જગ્યા ન મેળવનાર ૩૬ લાખ લોકોના બાયોમેટ્રિક ડેટા લેવામાં આવ્યા છે. જે લોકોએ ભારતીય હોવાના દાવા કર્યા હતા. આ બાયોમેટ્રિક ડેટાના આધાર પર તેમના આધાર કાર્ડ બની શકશે. એનઆરસીમાં અંતિમ રીતે પોતાના નામ સામેલ નહીં કરાવી શકનાર લોકો કાયદાકીય પ્રક્રિયાના પાલન બાદ જો ભારતીય નાગરિકતા સાબિત કરી શકતા નથી તો દેશમાં કોઈ જગ્યાએ આધાર કાર્ડ બની શકશે નહીં.

Previous articleમહારાષ્ટ્ર : ધુલેમાં ફેક્ટરીમાં વિસ્ફોટ થતા ૧૩ના મોત થયા
Next articleમોંઘવારી..!! હજુ એક મહિનો શાકભાજીના ભાવ આસમાને રહેશે