ઉ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ

633

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ થયો હતો. જેથી નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અરવલ્લીમાં કલાકોના ગાળામાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આજે સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો હતો. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદી માહોલ રહ્યો હતો. ઉત્તર ગુજરાત અને ખાસ કરીને અરવલ્લીમાં હજુ પણ ભારે વરસાદ જારી રહે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. આજે વરસાદી માહોલ વચ્ચે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ, મેઘરાજાએ આજે ઉત્તર ગુજરાતના પંથકોમાં સારી એવી ધબધબાટી બોલાવી હતી. અરવલ્લી જિલ્લાના મોડાસાના દધાલીયા ગામે મૂશળધાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. દોઢ કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. જેને પગલે રાવળ ફળીયાના ૬ જેટલા મકાનોમાં પાણી ઘુસતા રાવળ મણાભાઈ સોમાભાઈનું મકાન ધરાશાયી થયું હતું. તો, પૂરની સ્થિતિને પગલે એક મહિલા પાણીના વહેણમાં તણાઈ હતી. આસપાસના ૧૫થી વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને મોતીપુર નજીક કોઝ વે પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત મોડાસા શહેરમાં પણ ભારે વરસાદ પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. અરવલ્લી પંથકમાં પણ ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. તો, આજે સૌરાષ્ટ્રના અમરેલી, બાબરા, લાઠી સહિતના પંથકોમાં પણ સારી એવી મેઘમહેર થઇ હતી. સ્થાનિક કાળુભાર નદીમાં વરસાદી નીરની આવક વધતાં તે બે કાંઠે વહી હતી અને તેના કારણે કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગના ભારે વરસાદની આગાહીના પગલે ઉત્તર ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના પંથકોમાં મેઘરાજા આજે મન મૂકીને જાણે વરસ્યા હતા. ગાંધીનગર જિલ્લામાં ફરી એકવાર રિ એન્ટ્રી મારી ભારે પવન સાથે ધોધમાર વરસાદની મહેર વરસાવી હતી. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ મેઘમહેરના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના પગલે અનેક રોડ પાણીથી ભરાઇ ગયા હતા, ત્યારે કેટલાક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ પણ સામે આવી હતી. બનાસકાંઠા જિલ્લાના પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

બનાસકાંઠાના ડીસા, પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલનપુરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. આ સિવાય બનાસકાંઠાના ગઠામણ, દિલ્હી ગેટ, ડેરીરોડ પર પાણી ભરાયા છે. અરવલ્લીના મોડાસાના દધાલીયા ગામે દોઢ કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. જેને પગલે રાવળ ફળીયાના ૬ જેટલા મકાનોમાં પાણી ઘુસતા રાવળ મણાભાઈ સોમાભાઈનું મકાન ધરાશાયી થયું હતું. તેમજ પૂરની સ્થિતિને પગલે એક મહિલા પાણીના વહેણમાં તણાઈ હતી. મોતીપુર નજીક કોઝ વે પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત મોડાસા શહેરમાં પણ ભારે વરસાદ પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. અરવલ્લીમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરી હતી અને માત્ર ૩ કલાકમાં ૫ાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. અરવલ્લીના વિસ્તારોની વાત કરીએ તો મોડાસા, ભિલાડા, હિંમતનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. આજે સવારથી અરવલ્લીનાં મોડાસાનાં ગ્રામ્યપંથકમાં સરડોઈ, ટીટીસર, સજાપુર સહિતનાં વિસ્તારોમાં સવારથી વરસાદ નોંધાયો હતો.

Previous articleકોંગો ફીવરને લઈ સાવચેતીના તમામ પગલા : તંત્ર પૂર્ણ સજ્જ
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે