મેન્યુફેક્ચરિંગ સેક્ટર ૧૫ મહિનાની નીચી સપાટી પર

376

વેચાણ, ઉત્પાદન અને રોજગારમાં ધીમી વૃદ્ધિના પરિણામ સ્વરુપે દેશના મેન્યુફેક્ચરિંગની ગતિવિધિ ઓગસ્ટ મહિનામાં ધીમી પડી ગઈ છે. ઓગસ્ટ મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ગતિવિધિ ૧૫ મહિનાની નીચી સપાટી ઉપર પહોંચી ગઈ છે. હાલમાં જ કરવામાં આવેલા સર્વેમાં આ મુજબની માહિતી આપવામાં આવી છે. આઈએચએસ માર્કેટના ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેજિંગ મેનેજર્સ ઇન્ડેક્સ જુલાઈ મહિનામાં ૫૨.૫થી ઘટીને ઓગસ્ટમાં ૫૧.૪ની સપાટી ઉપર પહોંચી જતાં આને લઇને નિરાશા જોવા મળી રહી છે. મે ૨૦૧૮ બાદ મેન્યુફેક્ચરિંગ પરચેજિંગ ઇન્ડેક્સનો આંકડો સૌથી નીચી સપાટી પર પહોંચ્યો છે. સતત ૨૫માં મહિનામાં મેન્યુફેક્ચરિંગના પીએમઆઈ ૫૦થી વધારે રહ્યા છે. ઇન્ડેક્સ ૫૦થી વધુ રહેવાનો મતલબ એ છે કે, સ્થિતિ સાનુકુળ દેખાતી નથી. આવી જ રીતે ૫૦થી નીચેના પીએમઆઈ સાંકડી સ્થિતિ દર્શાવે છે. આઈએચએસ માર્કેટના મુખ્ય અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ ઓગસ્ટ મહિનામાં ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સુસ્ત આર્થિક વૃદ્ધિ અને વધારે ખર્ચ સાથે ફુગાવાના દબાણની સ્થિતિ જોવા મળી રહી છે. કામના નવા ઓર્ડર, ઉત્પાદન-રોજગારને નક્કી કરી શકે તેવા ઇન્ડેક્સ સહિત મોટાભાગના પીએમઆઈ ઇન્ડેક્સમાં નરમાઈની સ્થિતિ જોવા મળી રહી છે. ૧૫ મહિનામાં પ્રથમ વખત ખરીદદારી ગતિવિધિઓમાં ઘટાડો એક ચિંતાજનક સંકેત તરીકે છે. સ્ટોકમાં જાણી જોઇને કાપ અને મૂડીની અછતના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. સર્વેના કહેવા મુજબ સ્પર્ધાના દબાણ અને બજારમાં પડકારની સ્થિતિએ તેજીને રોકવામાં ભૂમિકા ભજવી છે.

Previous articleતમામ બ્રોડગેજ રૂટોનું ૧૦૦ ટકા વિજળીકરણ હાથ ધરાશે
Next articleબિન્ની બંસલે ફ્લિપકાર્ટને ૧.૨ લાખ શેર ૧૦૦ કરોડમાં ટાઇગર ગ્લોબલ ફર્મને વેચ્યા