ભાવનગર શહેરના આંગણે ગરવા ગણપતિના ઉત્સવને લઈને સમગ્ર માહોલ ધર્મમય બની રહ્યો છે. ઉત્સવ પ્રારંભથી આજે બે દિવસ પસાર થયા છે તથા પ દિવસ કે અગિયાર દિવસે જે આયોજકો દ્વારા ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તે સ્થળો પર વહેલી સવારે આરતીથી શરૂ કરીને મોડી રાત સુધી વિવિધ કાર્યક્રમોની વણથંભી વણઝાર શરૂ છે. કેટલીક જાગૃત સ્વયંસેવી સંસ્થાઓ તથા ધાર્મિક મંડળો દ્વારા રકતદાન કેમ્પ સહિતના સામાજીક કાર્યક્રમોનું પણ સુંદર આયોજનો કરવામાં આવી રહ્યા છે. સુભાષનગર વિસ્તારમાં જય ભવાની ગૃપ મિત્ર મંડળ દ્વારા ગણેશજીની મુર્તિની સ્થાપન કરાઈ છે. અને તેનું વિસર્જન ૧ર-૯ના રોજ કરાશે. જયારે અંધ ઉદ્યોગ શાળા ખાતે ગણેશજીની મુર્તિનું સ્થાપન કરાયું છે અને તેનું વિસર્જન ૧ર-૯ના રોજ કરવામાં આવશે. અને પીરછલ્લા મિત્ર મંડળ દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને તેનું વિસર્જન પણ ૧ર-૯ના રોજ થનાર છે. જયારે રૂપમ ચોકના છત્રપતિ શિવાજી સેવા ટ્રસ્ટ દ્વારા ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને તેનું વિસર્જન તા. ૮-૯ના રોજ થવાનું છે. ભાવનગરના સિદસર રોડ પર આવેલ જગદીશવર પાર્કમાં રહેતા હર્ષિત જીતેન્દ્રભાઈ જોષીએ જાતેથી પોતાના ઘરે માટીના ગેણશજીની મુર્તિ બનાવી સ્થાપના કરી પરિવાર સાથે પુજા અર્ચન કરી આજે પોતાના ઘરે કુંડામાં વિસર્જન કરશે.
















