NBFCના સેગ્મેન્ટમાં કોઇ જ લિક્વિડીટી કટોકટી નથી

344

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીસ કુમારે આજે નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓમાં કોઇપણ લિક્વિડીટી કટોકટી હોવાના અહેવાલને રદિયો આપ્યો હતો. રજનીસ કુમારે કહ્યું હતું કે, આ પ્રકારની દહેશતના અહેવાલ બિલકુલ પાયાવગરના છે. એનબીએફસી સેગ્મેન્ટમાં કોઇપણ પ્રકારની લિક્વિડીટી કટોકટી દેખાઈ રહી નથી. તેમણે કહ્યું હતું કે, તમામ નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સંપૂર્ણ સક્ષમ છે. જ્યાં સુધી રોલ ઓવરની વાત છે તમામ કંપનીઓ સંપૂર્ણપણે સજ્જ છે. તમામ એનબીએફસીની સ્થિતિ સારી છે. વર્લ્ડ સેવિંગ્સ એન્ડ રિટેલ બેંકિંગ ઇન્સ્ટીટ્યુટ દ્વારા આયોજિત વર્લ્ડ કોંગ્રેસની બેઠકમાં બોલતા એસબીઆઈ અને નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત બેઠકમાં કુમારે કહ્યું હતું કે, સ્થિતિ સારી છે. એનડીએફસી સેગ્મેન્ટમાં લિક્વિડીટીની કટોકટીના પ્રશ્નોના જવાબમાં તેમણે આ મુજબની વાત કરી હતી. લિક્વિડીટી પરિસ્થિતિના સંબંધમાં સરકારે પણ એનબીએફસી માટે ખાસ રિફાઈનાન્સ વિન્ડોની માંગ કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી આ વિન્ડોની માંગ કરવામાં આવી છે પરંતુ રેગ્યુલેટરે સરકારના આ મત સાથે સહમતિ દર્શાવી નથી. કારણ કે કેશ કટોકટી દેખાઈ રહી નથી.

સોમવારના દિવસે યોજાનાર આરબીઆઈની સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં એનબીએફસી દ્વારા સામનો કરવામાં આવી રહેલી લિક્વિડીટીના કટોકટીના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. લિક્વિડીટી કટોકટીની વાત છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. નાબાદના ચેરમેન હર્ષકુમારે કહ્યું છે કે, લિક્વિડીટીની કટોકટી એનબીએફસી માટે એક મુદ્દો છે.

Previous articleફાઈનાન્સિયલ કાઉન્ટરોમાં વેચવાલી વચ્ચે બજારો ફ્લેટ
Next articleઈન્ડિગો એરલાઈનએ મુસાફરોને બળજબરી ફ્લાઈટમાં બેસાડી રાખ્યા, તપાસના આદેશ