ઈન્ડિગો એરલાઈનએ મુસાફરોને બળજબરી ફ્લાઈટમાં બેસાડી રાખ્યા, તપાસના આદેશ

340

ઈન્ડિગો એરલાઈન પર એક પછી એક સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. પ્રમોટર્સ વચ્ચે કોર્પોરેટ ગર્વનન્સને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મુંબઈથી જયપુરની ફ્લાઈટના મુસાફરોને બળજબરી ફ્લાઈટમાં બેસાડી રાખવાના મામલે નવો વિવાદ સર્જાયો છે. નાગરિક ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએએ આ મામલે ઈન્ડિગોએ આ ઘટનામાં તપાસના આદેશ આપ્યા છે. મુંબઈમાં ભાર વરસાદને પગલે ૨૦ ડોમેસ્ટિક ફ્લાઈટ્‌સ કેન્સલ કરવાની ફરજ પડી હતી જેમાં સૌથી વધુ ઈન્ડિગોની ફ્લાઈટ સામેલ હતી.

બુધવારે રાત્રે મુંબઈથી જયપુરની ઈન્ડિગોની ફ્લાઈટ તેના નિયત સમય કરતા આશરે દસ કલાક મોડી ઉડી હતી અને મુસાફરોને બળજબરી ફ્લાઈટમાં બેસી રહેવાની ફરજ એરલાઈને પાડી હોવાની ફરિયાદ થઈ છે. ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, ડીજીસીએએ આ બાબતને ગંભીરતાથી ઈન્ડિગોની મુંબઈ-જયપુર ફ્લાઈટ મામલે તપાસનો આદેશ આપ્યો છે.‘અમે ઘટનાની તપાસ કરાવીશું. આ મામલે ઈન્ડિગોને લેખિતમાં જણાવાયું છે અને તેમની તરફથી બુધવાર અને ગુરુવારે ફ્લાઈટ રદ કર્યાની વિગતો મેળવવામાં આવી રહી છે’, તેમ ડીજીસીએના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

Previous articleNBFCના સેગ્મેન્ટમાં કોઇ જ લિક્વિડીટી કટોકટી નથી
Next articleપરમાણુ પ્રતિબંધો સ્વિકાર્ય નથી, યુરેનિયમનું સંવર્ધન ઝડપથી વધારીશું : હસન રુહાની