રાજુલા જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદથી જળાશયોમાં નવાનીર આવ્યા

441

રાજુલા જાફરાબાદમાં આજે સાંબેલાધાર વરસાદ થતા ચારે તરફ પાણી પાણીની સ્થિતિ જોવા મળી હતી.  જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ર ઈંચ વરસાદ નોંધાયો હતો જયારે રાજુલા શહેર તાલુકામાં એક ઈંચ વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. રાજુલાએ રાજકોટને પાણી આપ્યું હતું.  રાજુલા જાફરાબાદને પાણીપ ુરો પાડતો ધાતરવાડી ડેમ ખાલી રહેતા ભારે ચિંતા આ વિસ્તારમાં જોવા મળી રહી છે ત્યારે હવે મેઘરાજા કૃપા વરસાવે તેવી પ્રાર્થના સૌ કોઈ કરી રહ્યા છે.  જાણવા મળતી વિગત મુજબ એક સમય એટલે કે ૩૦ વર્ષ પહેલા જયારે વરસાદ નોહતો  થયો ત્યારે ટ્રેન મારફતે રાજુલાના ધાતરવડી ડેમમાંથી રાજકોટને પાણી પહોંચાડયું હતું ત્યારે આ વખતે રાજકોટનો આજી ડેમ છલોછલ થઈ ગયો છે. ચોમાસુ હવે પુર્ણતાના આરે છે ત્યારે રાજુલાનો ધાતરવડી ડેમ હજુ ભરાયો નથી તે ચિંતાનો વિષય બન્યો છે.  ડેમ અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ માત્ર દોઢ ફુટ પાણી આવ્યું છે અત્ર નોંધનીય બાબત છે કે  સિઝનનો રપ ઈંચ વરસાદ નોંધાઈ ચુકયો છે. પણ ડેમ હજુ ખાલી રહ્યો છે જેના હિસાબે પાણી માટે હવે આગામી સમયમાં મહી પરીએજ યોજનાનો આધાર રાખવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તો જાફરાબાદમાં પણ પાણીની સ્થિતિ વિકટ થાય તો નવાઈ નહીં.

Previous articleરાણપુરમાં ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય શોભાયાત્રા નિકળી
Next articleપાલીતાણા તાલુકામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી