ઈસરોને મળ્યુ લેન્ડર ‘વિક્રમ’નુ લોકેશન

353

૭ સપ્ટેમ્બરની વહેલી પરોઢે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગના ૨.૧ કિલોમીટર પહેલા લેન્ડર વિક્રમનો ઈસરોના કન્ટ્રોલ સેન્ટર સાથે સંપર્ક તૂટી ગયો હતો. તે સમયે ઇસરોએ કહ્યું હતું કે અમે લેન્ડર વિક્રમ સાથે સતત સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. રવિવારે ઇસરોના અધ્યક્ષ કે. સીવને જણાવ્યું કે, અમે લેન્ડર વિક્રમનું લોકેશન શોધી લીધું છે. ચંદ્રની પરિક્રમા કરતા ઓર્બિટરે લેન્ડર વિક્રમીન થર્મલ ઇમેજ પર ક્લિક કરી છે.

કે. સીવને વધુમાં જણાવ્યું કે, પરંતુ લેન્ડર વિક્રમ સાથે કોઈ સંપર્ક નથી થઈ શક્યો. અમે તેના માટે સતત પ્રયત્નશીલ છીએ. તેની સાથે વહેલી તકે કોમ્યુનિકેશન સધાશે. હવે ઇસરો વૈજ્ઞાનિક ઓર્બટિરના માધ્યમથી લેન્ડર વિક્રમને સંદેશ મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી તેનું કોમ્યુનિકેશન સિસ્ટમ ઓન કરવામાં આવી શકે.

નોંધનીય છે કે, ઇસરોના વૈજ્ઞાનિકોએ આ પહેલા કહ્યું હતું કે આગામી ૩ દિવસોમાં લેન્ડર વિક્રમ ક્યાં અને કેવી સ્થિતિમાં છે તેના વિશે જાણી શકાશે. એક સીનિયર વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, ૩ દિવસોમાં લેન્ડર વિક્રમ મળવાની શક્યતા છે. તેનું કારણ એ છે કે લેન્ડર સાથે જે સ્થળે સંપર્ક તૂટ્યો હતો તે સ્થળે ઓર્બિટરને પહોંચવામાં ૩ દિવસ લાગશે. અમને લેન્ડિંગ સાઇટની જાણકારી છે. છેલ્લી ક્ષણોમાં વિક્રમ પોતાનો રસ્તેથી ભટકી ગયું હતું, તેથી અમારે ઓર્બિટરના ૩ ઉપકરણો જીછઇ ૮ (સિન્થેટિક અપર્ચર રડાર), ૈંઇ સ્પેક્ટ્રોમીટર અને કેમેરાની મદદથી ૧૦ ટ ૧૦ કિલોમીટરના વિસ્તારને શોધવો પડશે. વિક્રમને શોધવા માટે અમારે તે વિસ્તારની હાઇ રેઝોલ્યૂશન તસવીરો લેવી પડશે.

આ પહેલા ઇસરોના ચેરમેન સિવને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અમારું ચંદ્રયાન-૨ના લેન્ડરથી સંપર્ક તૂટી ગયો છે, પરંતુ તે લેન્ડરથી ફરી સંપર્ક સ્થાપિત કરવા માટે આગામી ૧૪ દિવસો સુધી પ્રયાસ કરતા રહીશું. તેઓએ કહ્યું કે લેન્ડરના પહેલા ચરણને સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું. જેમાં યાનની ગતિને ઓછી કરવામાં એજન્સીને સફળતા મળી. જોકે, અંતિમ ચરણમાં આવીને લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

કે. સીવને વધુમાં કહ્યું કે, પહેલીવાર અમે ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રનો ડેટા પ્રાપ્ત કરીશું. ચંદ્રની આ જાણકારી વિશ્વ સુધી પહેલીવાર પહોંચશે. ચેરમેને કહ્યું કે ચંદ્રના ચારે તરફ ફરનારા ઓર્બિટરના નિયત જીવનકાળને ૭ વર્ષ સુધી વધારવામાં આવ્યો છે. તે ૭.૫ વર્ષ સુધી કામ કરતું રહેશે. તે સંપૂર્ણ ચંદ્રના ગ્લોબને કવર કરવામાં સક્ષમ હશે.

Previous articleપૂર્વોત્તરને ખાસ દરજ્જામાં કોઇપણ ફેરફાર કરાશે નહીં
Next articleમુખ્યમંત્રી રૂપાણીના હસ્તે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ