ટ્રાફિક નિયમોને લઇ જનતા જાગૃત બની, પીયુસી માટે લાંબી લાઇનો લાગી

439

કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રાલય મોટર વ્હિકલ એક્ટના સુઘારા સાથેના નિયમો અને દંડની રકમ જાહેરાત કરવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકારે સમીક્ષા કર્યા બાદ રાજ્યમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડાત્મક કાર્યવાહીની જાહેરાતના પગલે વાહન ચાલકો દંડ અને કાર્યવાહીથી બચવા સતર્ક થઇ ગયા છે. લાઇસન્સ, વીમો, આરસી બુક સહિત પીયુસી પ્રમાણપત્ર પણ વાહન ચાલકે મેળવી સાથે રાખવું જરૂરી છે. ત્યારે આજે વડોદરામાં પીયુસી સેન્ટરો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી.વાહનચાલકો તેમના વાહનોના પીયુસી પ્રમાણપત્ર મેળવી રહ્યા હતા. જેથી આગામી ૧૬મી સપ્ટેમ્બરથી રાજ્યમાં લાગુ ટ્રાફિકના નિયમો અને દંડ સાથે કાયદેસરની કાર્યવાહીથી બચી શકાય.

Previous articleઆણંદ : અનિયમિતતાનાં કારણે વિદ્યાર્થીઓનું ST બસ રોકો આંદોલન
Next article૩૦ હજારની લાંચના કેસમાં આરોપી નિવૃત પી.આઇ. ડી.કે.રાવની ધરપકડ