ભાવનગર જિલ્લાના રંઘોળા ગામ નજીક જાન ભરેલો ટ્રક પુલ પરથી નીચે પડતા ૩૧ના મોત

982
bvn732018-2+.jpg

ભાવનગર જિલ્લાના રંઘોળા ગામ નજીક આજે સવારના ૭-૩૦ વાગ્યા આસપાસ લગ્નની જાન લઈને જઈ રહેલો ટ્‌્રક પુલ પરથી ખાબકતા ૩૧ જાનૈયાઓના કરૂણ મોત નિપજયા હતાં. બનાવના પગલે આસપાસના ગ્રામજનો બનાવ સ્થળે દોડી જઈને બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ થતા ભાવનગર શહેર-જિલ્લા ઉપરાંત રાજયભરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. અકસ્માતના બનાવની જાણ થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને શોક વ્યકત કર્યો હતો અને મૃતકોને શ્રધ્ધાંજલિ પાઠવી ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી આશા વ્યકત કરી હતી. 
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના અનિડા ગામે કોળી પરિવારના ઘરે લગ્નનો પ્રસંગ હોય લગ્ન ગીતોની શરણાઈ વચ્ચે આજે સવારે ૭૦ થી વધુ લોકો ટ્રકમાં બેસીને ગઢડા તાલુકાના ટાટામ ગામે જાન લઈને રવાના થયા હતાં. સવારે સાડા સાત વાગ્યાના સુમારે જાનનો ટ્રક રંઘોળા નજીક પુલ પરથી પસાર થઈ રહ્યો  હતો. ત્યારે ડ્રાઈવરે એક કારને બચાવવા જતા ટ્રક પરના સ્ટીયરીંગનો કાબુ ગુમાવતા જાનૈયા ભરેલો ટ્રક પચીસેક ફુટ ઉંચા પુલ પરથી નીચે ખાબકયો હતો અને તુરંત જ લોકોની ચીચીયારીઓ અને આક્રંદ શરૂ થયેલ.
બનાવ બનતાની સાથે જ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ગોજારો અકસ્માત થયાની વાયુવેગે જાણ થતા આસપાસના ગામના લોકો વિના વિલંબે ઘટના સ્થળે દોડી ગયા હતાં અને તુરંત જ બચાવ કામગીરી હાથ ધરેલ અને ટ્રકની નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરેલ આ બનાવ અંગે ૧૦૮ તથા પોલીસને જાણ કરાતા તુરંત ભાવનગર તથા બોટાદ જીલ્લાની ૧૦થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ ખાનગી હોસ્પિટલો, ટ્રસ્ટ સહિતની એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચી જઈને ઈજાગ્રસ્તોને બોટાદ, સિહોર, ટીંબી તથા ભાવનગર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. 
જો કે ઘટના સ્થળે જ રપ ઉપરાંત લોકોના મોત થયા હતાં. અને અન્યના હોસ્પિટલમાં સારવારમાં મોત થતા કુલ મૃત્યુંઆંક ૩૧ થયો હતો. જેમાં ર૦ મહિલા તથા પાંચ બાળકોનો સમાવેશ થતો હતો. 
રંઘોળા નજીક ગોજારા અકસ્માતમાં ૩૧ વ્યકિતના કરૂણ મોત થયાના સમાચાર મળતા રાજયભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને વિવિધ રાજકીય આગેવાનોએ શોક વ્યકત કરવા સાથે ઘટના સ્થળે તેમજ હોસ્પિટલોએ દોડી જઈને ભોગગ્રસ્ત પરિવારના લોકોને સાંત્વના પાઠવી હતી અને સત્વરે સારવાર મળે તેવી પણ વ્યવસ્થા કરાઈ હતી. આ બનાવ બનતા નાનકડા એવા અનીડા ગામમાં તેમજ કોળી સમાજમાં ભારે શોક છવાયો હતો. આજે મંગળવારે અમંગળ રહેવા પામ્યો હતો. 

વડાપ્રધાને ટ્‌વીટ કરી સહાનુભૂતિ વ્યક્ત કરી 
બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જતી ટ્રક બ્રીજ નીચે ખાબકતાં મોટી કરૂણાંતિકા ઘટી છે. આ અકસ્માતમાં ૨૫ જાનૈયાઓના મોત નિપજ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદીએ આ ગમખ્વાર અકસ્માત અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કરી મૃતકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. સાથે જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તેવી પણ પ્રાર્થના કરી છે. આ ઉપરાંત અન્ય એક ટ્‌વીટમાં બિહારમાં થયેલા અકસ્માતનો પણ ઉલ્લેખ કરી દુઃખ વ્યક્ત કર્યું છે.
વડાપ્રધાન મોદીએ  ઁર્સ્ં ટિ્‌વટર એકાઉન્ટ પર ટ્‌વીટ કરી આ અકસ્માત અંગે ઘેરા દુખની લાગણી વ્યક્ત કરી છે. ઁસ્ મોદીએ ટ્‌વીટ કરી કહ્યું કે, “મારી સહાનુભૂતિ તે તમામ લોકો સાથે છે જેઓએ ગુજરાતના રંઘોળા નજીક થયેલાં અકસ્માતમાં પોતાના સ્વજનોને ગુમાવ્યાં છે. આ અકસ્માત ઘણો જ દુઃખદાયક અને વેદના આપનારો છે. આ અકસ્માતમાં જેઓ ઈજાગ્રસ્ત થયાં છે તેઓ પણ જલ્દીથી સાજા થાય તેવી પ્રાર્થના.”