કડી કેમ્પસ ખાતે હેતની હેલી કાર્યક્રમ દ્વારા સંસ્કાર સિંચન

777
gandhi832018-2.jpg

કડી કેમ્મસમાં આવેલી જુનીયર કેજી, સીનીયર કેજી અને બાલમંદિરના બાળકો દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ હેતની હેલી યોજવામાં આવ્યો હતો. જેના દ્વારા બાળકોમાં કૌટુંબીક વડીલો અને આસપાસના લોકો જેમાં ખાસ ભાઈ-બહેનના પ્રેમને અનુલક્ષીને વિશિષ્ટ કાર્યક્રમ રાખી બાળકોને ભાઈ-બહેનના પ્રેમનો પાઠ ભણાવવાનો એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
 જુદા-જુદા કાર્યક્રમ હેઠળ બાળકો દ્વારા જ સુંદર રીતે રજુ કરવામાં આવ્યા હતા. દીપ પ્રાગટય પ્રાર્થનાથી શરૂ કરેલ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે બાળકોએ રજુ કર્યો હતો.