મણારની સગીરાનું અપહરણ કરનાર ઇસમને ઝડપી લેતી અલંગ પોલીસ

498

અલંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી જી પટેલ , પોલીસ કોન્સ્ટેબલ સુરજીતસિંહ હઠુભા સરવૈયા, પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, સહીત અલંગ પોલીસ સ્ટેશન સ્ટાફ દાખલ થયેલ અપહરણના ગુન્હાની તપાસ કરતા હતા. તે દરમ્યાન સગીરવયની કિશોરીનું અપહરણ કરીને લઇ જનાર આરોપી નરેન્દ્રભાઇ ભગવાનભાઇ બથવાર રહે મણાર તાલુકો તળાજા ભાવનગરવાળો અને આ કામની ભોગબનનાર અમદાવાદ સાણંદ બસ સ્ટેશનમાં હોવાની સચોટ બાતમી મળી હતી. પીએસઆઈ ડી જી પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ અલંગ પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ રાજપાલસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ ગોહિલ, નારણભાઇ ખોરાસીયા, મહિલા પોલીસ ચેતનાબેન બારૈયા, સહીત ટીમ અમદાવાદના સાણંદ બસ સ્ટેશનમાં પહોંચ્યા અને આરોપી નરેન્દ્રભાઇ ભગવાનભાઇ બથવાર રહે મણાર તળાજા વાળાને તથા આ કામની સગીરવયની કિશોરીને હસ્તગત કરી અલંગ પોલીસ સ્ટેશન લઇ આવવામાં સફળતા મેળવી. આ સમગ્ર કાર્યવાહીમાં અલંગ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી જી પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ અલંગ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજપાલસિંહ ટેમુભા ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ સુરજીતસિંહ હઠુભા ગોહિલ, યોગરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ, નારણભાઇ લાલજીભાઇ, મહિલા પોલીસ ચેતનાબેન શાન્તીલાલ બારૈયા સહિત ટીમ જોડાઇ હતી.

Previous articleશ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા ખાતે નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ વર્ગનું ઉદ્ઘાટન કરાયું
Next articleવિહિપ દ્વારા જન્માષ્ટમી નિમીત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રા કઢાઈ