ઘોઘા તાબેના વાળુકડ ગામેથી ર૦.૧૭ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો

852

ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્‌તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ ખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે ગઇકાલે મોડી રાત્રીના સમયે આર.આર. સેલ, તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભાવનગર રેન્જના સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ઘોઘા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. તથા આર.આર.સેલ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના સ્ટાફના તથા ઘોઘા પો.સ્ટે. સ્ટાફના માણસોએ ઘોઘા તાલુકાના વાળુકડ (જીજીનુ) ગામ નજીક રોડ ઉપર વોચ ગોઠવી આયશર ટેમ્પો નં. જીજે -૨૩- એટી -૦૨૬૬ નો પકડી પાડી જે ટેમ્પામાં છુપાવેલ જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ- ૩૯૪, નાની-મોટી બોટલ નંગ-૬૪૩૦, તથા આઇશર ટેમ્પો કી રુ.૩,૦૦,૦૦૦/- મોબાઇલ ફોન-૩ તથા તાડપત્રી-૧ તથા દોરડુ-૧ તથા રોકડ રૂપિયા સહિત કૂલ કી.રુ. ૨૦,૧૭,૪૬૦/- ના મુદામાલ સાથે આરોપીઓ (૧) બાપીસરકાર બાબુસરકાર ઉ.વ.૨૯ રહે. કલ્યાણગઢ જી.નોર્થ ૨૪ પરગણા, પશ્ચિમ બંગાળ (૨) વિશાલભાઇ બટુકભાઇ પરમાર ઉ.વ. ૨૦ રહે.શામપરા (સીદસર) ગામ તા.જી.ભાવનગર  (૩) સુવોજીત ઉર્ફે સુજીત રણજીત મોરોલ ઉ.વ. ૨૬ રહે. દરીયાસુડી જી.નોર્થ ૨૪ પરગણા, પશ્ચિમ બંગાળ વાળાઓને પકડી પાડેલ ઉપરોકત ઇસમો તથા દારૂનો જથ્થો મંગાવનાર શકિતસિંહ ચકુભા રાયજાદા રહે.ખાંટડી ગામ, તા.જી.ભાવનગર તથા આઇશર ટેમ્પાનો માલીક તેમજ દારૂનો જથ્થો આપનાર સહિતના તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

Previous articleટ્રાફિકના નવા નિયમોની જાગૃતિ લાવવા માટે  ટ્રાફિક પોલીસ દ્વારા રેલી યોજાઈ
Next articleભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને જિલ્લાના તમામ BRC, CRCઓની ચિંતન શિબિર યોજાઈ