નવસારીમાં ભૂકંપનો ઝટકો, ૫ સેકન્ડ ધ્રૂજી નવસારીની ધરા

418

નવસારીમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો છે. નવસારી અને તાપી જીલ્લામાં ભૂકંપનો ઝટકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો, મોડી સાંજે નવસારીના દક્ષિણ પૂર્વ ભાગમાં હળવો ભૂકંપનો ઝટકો અનુભવવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી જીલ્લામાં સાંજે લગભગ ૪.૩૬ કલાકે દક્ષિણ પૂર્વ તરફ ભૂકંપનો ઝટકો અનુભવવામાં આવ્યો છે. ભૂકંપનો ઝટકો લગભગ પાંચ સેકન્ડ સુધી અનુભવાયો હતો. લોકોમાં ભૂકંપના કારણે ભયનો માહોલ સર્જાયો હતો.

ભૂંકપનું ઍપિસેન્ટર (કેન્દ્ર બિંદુ) તાપી જિલ્લાના ડોલવણ તાલુકાનું મહુવરિયા ગામ ખાતે નોંધાયું હતું.

આ સ્થળ નવસારીથી ૩૯ કિલોમીટર થાય છે.

ભૂકંપના ઝટકા નવસારી, જલાલપોર તથા વાંસદા તાલુકામાં અનુભવવામાં આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ૨.૩ની નોંધવામાં આવી છે. જમીનના પેટાળમાં લગભગ ૧૦ કિમી ઊંડે હળવી હલચલ થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ભારતના ૫૨માં પ્રજાસત્તાક દિવસે સવારે ૮.૪૬ એ આવ્યો હતો અને ૨ મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી ૯ કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમે હતું. ધરતીકંપને કારણે આશરે ૨૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા (જેમાનાં ૧૮ દક્ષિણ પૂર્વ પાકિસ્તાનના હતા), ૧,૬૭,૦૦૦ લોકો ઇજા પામ્યા હતા અને આશરે ૪,૦૦,૦૦૦ ઘરો વિનાશ પામ્યા હતા.

Previous articleહાઉડી ઇવેન્ટ : મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ એક સાથે, વિશ્વભરની નજર
Next articleકોંગ્રેસેને ફટકો…વડોદરા જિ.પં.માં મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર