ગુજકોમાસોલના કર્મચારીઓને સતત બીજી વખત બોનસ આપવામાં આવશે

375

આજે ગુજકોમાસોલની ૫૮મી સભા મળી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા. સામાન્ય સભામાં ચેરમેન દિલીપ સંઘાણી, નરહરિ અમીન, ધારાસભ્ય જેઠા ભરવાડ પણ હાજર રહ્યા હતા. હવે ગુજકોમાસોલ દ્વારા કર્મચારીઓને સતત બીજી વખત બોનસ આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે હાલમાં નવી મગફળી ખરીદવામાં આવી રહી છે તેના સ્ટોરેજની વ્યવસ્થા થઈ રહી નથી. જેના કારણે સર્ટિફિકેટ મળતું નથી.

ઈફ્કો દ્વારા ક્રિભકો દ્વારા ૨૦ ટકા બોનસ આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં સતત ત્રીજી વાર ૧૫ ટકા બોનસ આપવામાં આવશે. ગુજકોમાસોલને ૯ કરોડ રૂપિયાનો નફો થયો છે. ટેકાના ભાવે જરૂર પ્રમાણે ગુજકોમાસોલ દ્વારા ખરીદી પણ કરવામાં આવશે.

ત્યારપછી તેલનું ઉત્પાદન કરીને ઓપન બજારમાં વેચાણ કરવામાં આવશે.

આ સભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહ્યા હતા અને તેઓએ કહ્યું કે હાલમાં મગફળીના બજારભાવ ઘટ્યા છે અને સરકાર તરફથી કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવી. ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની વ્યવસ્થા શરૂ કરાઈ છે. ગુજરાતમાં મગફળીને ટેકાના ભાવથી ખરીદાઈ છે. ૫ લાખ ટનની ખરીદી સરકાર તરફથી કરાઈ તેની સ્ટોરેજ અને ગોડાઉનની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં નવી મગફળી ખરીદવામાં આવી રહી છે તેને સ્ટોરેજની વ્યવસ્થા થઈ રહી નથી. જેના કારણે સર્ટિફિકેટ મળતું નથી. અને સરકારને આપવાની રકમ છૂટી થતી નથી. ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીને તેમને યોગ્ય રકમ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Previous articleથરાદ વિધાનસભા પેટા ચૂંટણી : પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીનું પત્તુ કપાયુ..!!?
Next articleધાનેરા : ફતેપુરાના બાળકનું શંકાસ્પદ કોંગો ફિવરથી મોત