સયાજીનગરમાં સ્કૂલની બાજુમાં જ ૧૦ ફૂટ ઉંડો ભૂવો પડ્યો

391

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં સયાજીનગર ગૃહની સામે સવારે ૧૫ ફૂટ પહોળો અને ૧૦ ફૂટ ઉંડો ભૂવો પડ્યો હતો. જે સ્થળે ભૂવો પડ્યો છે, તે સ્થળની નજીકમાં જ હાઇસ્કૂલ આવેલી છે. સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ માટે જોખમરૂપ આ ભૂવો વહેલી તકે પુરવામાં નહીં આવે તો મોટી જાનહાની થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

વડોદરા શહેરના અકોટા લોકો દોડી ગયા હતા. અને આ ભૂવામાં કોઇ અકસ્માતે પડી ન જાય તેની તકેદારીરૂપે પથ્થરો ગોઠવી આડ કરી દેવામાં આવી હતી. ૧૫ ફૂટ પહોળો અને ૧૦ ફૂટ જેટલા ઊંડા પડેલા ભૂવાના કારણે આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. મુખ્ય માર્ગ ઉપર પડેલા વિશાળ ભૂવાને કારણે સ્થાનિક લોકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો.

Previous articleબાળકીને જન્મ આપ્યાના રોષે પરિણીતાની માતાને સાસરિયાએ જાહેરમાં ફટકારી
Next articleસુરત આરટીઓમાં ધાંધિયાઃ વારંવાર જતી વીજળીથી લોકો ત્રાહિમામ્‌