મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીની છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ અને એનસીપીની છાવણીમાં નિરાશા દેખાઈ રહી છે. વિરોધ પક્ષના મોટાભાગના નેતા કમળની સાથે જોડાઈ ચુક્યા છે અથવા તો શિવસેનાના બંધનમાં બંધાઈ ચુક્યા છે. એનસીપી પ્રમુખ શરદ પવાર રાજ્યમાં ફરી રહ્યા છે પરંતુ જુદા જુદા ટુકડાઓમાં વિભાજિત કોંગ્રેસ પાર્ટી હજુ પણ ભ્રમની સ્થિતિમાં દેખાઈ રહી છે. આ વખતની ચૂંટણી કોંગ્રેસ અને એનસીપી માટે રાજ્યમાં પોતાના અસ્તિત્વને બચાવવાની લડાઈ તરીકે જોઈ રહી છે. ભાજપે ત્રિપલ તલાક અને કલમ ૩૭૦ને મુખ્ય મુદ્દા તરીકે રજૂ કરવા માટે તૈયાર છે. જમ્મુ કાશ્મીરથી કલમ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ દેશમાં પ્રથમ ચૂંટણી યોજાવવા જઇ રહી છે. આ ચૂંટણીના માધ્યમથી પ્રજાના મૂડને જાણવાની તક મળશે. કારણ કે, ભાજપ સરકાર દાવો કરતી રહી છે કે, બંને નિર્ણયોથી પ્રજા ખુશ છે. જો મહારાષ્ટ્રમાં ભાજપની સીટો વધે છે તો ચોક્કસપણે આ નિર્ણય યોગ્ય સાબિત થશે. જો સીટો નહીં વધે તો દાવાની પોલ ખુલી જશે. લોકસભાની ચૂંટણીમાં મળેલી હારથી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની રિકવરી હજુ થઇ નથી ત્યારે પાર્ટીમાં વિરોધીઓ પરેશાન દેખાઈ રહ્યા છે. આ પાર્ટીઓના નેતાઓમાં હતાશા જોરદારરીતે દેખાઈ રહી છે જેથી મજબૂત નેતાઓ પણ પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. બંને પાર્ટીઓમાં સંપૂર્ણપણે અવિશ્વાસનો માહોલ થયેલો છે. હાલત એટલી બગડી ગઈ છે કે, હવે કયા નેતા પાર્ટી છોડી દેશે તેને લઇને વિશ્વાસ રહ્યો નથી જેથી બંને પક્ષોની સામે પોતપોતાના અસ્તિત્વને બચાવવાના પડકાર રહેલા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિસ મોટા નેતા તરીકે ઉભરી ચુક્યા છે.



















