આરબીઆઇ રેપો રેટમાં વધુ ઘટાડો કરવા માટે સુસજ્જ છે

323

આર્થિક સુસ્તીના માહોલમાં આરબીઆઇ બેન્માર્ક રેટમાં વધુ ઘટાડો કરવા માટે તૈયાર છે. પ્રાપ્ત માહિતી મુજબ મોટા ભાગના અર્થશાસ્ત્રી માની રહ્યા છે કે રેટમાં ઘટાડો કરવામાં આવનાર છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા બજારમાં નવા પ્રાણ ફુંકવા માટે શ્રેણીબદ્ધ જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે સ્થિતી બદલાઇ રહી છે. આરબીઆઇ દ્વારા રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે પહેલા ૨૫-૪૦ ટકા સુધી રેટમાં કાપની અપેક્ષા હતી. જો કે હવે ઓછો ઘટાડો કરવામાં આવનાર છે. રેટમાં કાપ મુકાશે કે કેમ તે અંગે   હાલમાં જુદા જુદા નિષ્ણાંતોને લઇને કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે રેટમાં ઘટાડો કરવામાં આવનાર છે. કોર્પોરેટ ટેક્સ રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ શેરબજારમાં હાલમાં તેજી ડામી હતી. જો કે હવે તમામની નજર આરબીઆઇની પોલીસી સમીક્ષા બેઠક પર કેન્દ્રિત થઇ ગઇ છે. શેરબજારમાં સરકાર દ્વારા પગલા લેવામાં આવ્યા બાદ હાલમાં દિવાળી જેવી તેજી રહી શકે છે. આના માટે સરકારના વિવિધ પગલા જવાબદાર છે. હાલના વર્ષોમાં સરકારે રેટમાં સતત ઘટાડો  કર્યો છે. ટેક્સ સુધારાની દિશામાં સરકાર દ્વારા પહેલ કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા સતત પગલા લેવાઈ રહ્યા છે.  સરકાર અને આરબીઆઈ બંને આર્થિક વિકાસને વેગ આપવા માટે પ્રતિબદ્ધ દેખાઈ રહી છે. ફિસ્કલ ડેફિસિટને લઇને ચિંતા હજુ પણ વધી રહી છે. શુક્રવારના કારોબાર દરમિયાન બેંચમાર્ક યીલ્ડમાં ૨૪ બેઝિક પોઇન્ટનો વધારો થયો હતો. નિષ્ણાતોના કહેવા મુજબ ફિસ્કલ પોલિસી ગ્રોથમાં વધુ અસરકારક પુરવાર થઇ શકે છે. પ્રોપર્ટી ટેક્સ રેટમાં ઘટાડાના પરિણામ સ્વરુપે જીડીપીના ૦.૭ ટકા સુધી તેની અસર રહેશે.

 

Previous articleમેસીએ છઠ્ઠી વાર ’બેસ્ટ મેન્સ પ્લેયર ઓફ ધ યર’નો એવોર્ડ જીત્યો
Next articleહવે નવા ૩૫ ટકાના સ્લેબની પેનલ દ્વારા ભલામણો કરાઈ