લગભગ એક અબજ ડોલર ખિસ્સામાં લઈને ફ્લિપકાર્ટમાંથી બહાર નીકળેલા સચિન બંસલે તાજેતરમાં જ એક કંપનીની ૯૪ ટકા ભાગીદારી ખરીદી લીધી છે. તેમણે બેંગલુરુમાં આવેલા મુખ્યાલયવાળી કંપની ચૈતન્ય રૂરલ ઈન્ટરમીડિએશન ડેવલપમેન્ટ સર્વિસિસમાં ૭૪૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ એક નોન બેન્કિંગ નાણાકીય કંપની છે. ફ્લિપકાર્ટના પૂર્વ સીઈઓ અને સહ-સંસ્થાસ્પક માઈક્રો-ફાઈનાન્સ કંપની ચૈતન્ય રૂરલ ઈન્ટરમીડિએશન ડેવલપમેન્ટ સર્વિસિસના સીઈઓનું પદભાર સંભાળશે. એક નિવેદન જાહેર કરીને તેમણ આ અંગે જાણકારી આપી હતી. દેશની ગ્રામીણ જનતાની નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરી શકાય તે હેતુથી ૨૦૧૨માં ચૈતન્ય રૂરલ ઈન્ટરમીડિએશન ડેવલપમેન્ટ સર્વિસિસની સ્થાપના એક નોન બેન્કિંગ કંપની તરીકે કરવામાં આવી હતી.
આ કંપની કર્ણાટક, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ગ્રામીણ સમાજોમાં દેવાની વહેચણી કરીને નાણાકીય સાક્ષરતા અભિયાન ચલાવે છે. ચૈતન્ય રૂરલ ઈન્ટરમીડિએશન ડેવલપમેન્ટ સર્વિસિસના સહ સંસ્થાપક સમિત શેટ્ટી અને આનંદ રાવની કંપનીમાં પોતાની ભૂમિકા યથાવત્ રહેશે. બંસલે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ‘આ સંપાદન સાથે અમે નાણાકીય સેવાઓમાં પ્રવેશ કરી રહ્યા છે.



















