રોડ પર મહિનાઓથી પાણી ભરાયેલું રહેતા સ્થાનિકોનો માટલા ફોડી વિરોધ

409

રાજકોટનાં કોઠારીયા રોડ પર રોડ રસ્તા મામલે સ્થાનિકોએ અધિકારીનો ઘેરાવ હતો. કોઠારીયા રોડ પર આવેલ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી પાસે છેલ્લા બે મહિનાથી ૨ ફુટ જેટલું પાણી ભરાયેલું રહે છે. ત્યારે આજે મનપાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લેતા લોકોએ તેઓનો ઘેરાવ કર્યો હતો. લોકોએ આસીસટન્સ ટાઉન પ્લાનર કુંતેશ મહેતાનો ઘેરાવ કર્યો હતો. જો કે અધિકારીઓએ લોકોના પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો.અધિકારીઓએ લોકોને કહ્યું કે બેથી ત્રણ મહિના સુધી કામ નહિ થાય, જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરો. હાલ તો આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.રાજકોટમાં ભર ચોમાસે પીવાનું પાણી ન મળવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે વોર્ડ નંબર ૪ના સ્થાનિકોએ પીવાના પાણીના પ્રશ્ને મનપા કચેરીમાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને રજૂઆત કરી હતી. રજૂઆત દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા.

Previous articleડીઆરડીઓએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું
Next articleએકના ૩ ગણાંની લાલચે છેતરનારા ૪ ઝડપાયા, રૂ. ૪.૦૨ લાખનો મુદ્દામાલ જપ્ત