પ્રેમિકાને મળવા પહોંચેલ યુવકને પકડીને ગામલોકોએ ઝાડ સાથે બાંધી દીધો

12623

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક ગામમાં યુવક-યુવતીની આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. પરિવારજનોને પ્રેમ સંબંધની ખબર પડતા યુવતીને અવરજવર બંધ કરાવી હતી. જેને પગલે યુવાન બાઈક લઈને જતા પરિવારે ઝાડ સાથે બાંધી દીધો હતો.

પ્રેમમાં અંધ બની પ્રેમી-પંખીડાઓ તમામ મર્યાદાઓ હટાવી દેતા હોય છે. પ્રેમિકાને મળવા પહોંચતા અનેક યુવકો પરિવારજનો અને ગ્રામજનોનો રોષનો ભોગ બન્યા છે. કેટલાક કિસ્સામાં પરિવારજનો અને ગ્રામજનો પ્રેમી યુવકને જાહેર સ્થળ પર લાવી તેની સાથે તાલિબાની સજા કરવામાં આવતી હોવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

યુવતીના પરિવારજનો પ્રેમ સંબંધનો અંદેશો આવી જતા યુવતીને ઘરે રાખતા હતા. પ્રેમમાં પાગલ બનેલો યુવક યુવતીના ઘરે બાઈક લઈ મળવા પહોંચતા પરિવારજનોએ યુવકને ઝડપી પાડ્યો હતો. તેને પકડીનેઝાડ સાથે દોરડાથી બાંધી દીધો હતો. થોડા સમય પછી દોરડેથી બાંધેલી હાલતમાં યુવતીના પરિવારજનો અને ગ્રામજનો યુવકને ગામ બહાર મુકવા જતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી હતી.