હની ટ્રેપ કેસ : ૪૦૦૦થી વધુ સેક્સ વિડિયો એકત્રિત કરાયા

959

મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત પોશ વિસ્તારમાં ખુબ લાંબા સમયથી સેક્સ રેકેટ ચાલી રહ્યુ હતુ પરંતુ કોઇને આ અંગે માહિતી મળી ન  હતી. આજે સમાચાર વાંચીને તમામ લોકો આશ્ચર્યચકિત થઇ રહ્યા છે પરંતુ આ નેટવર્ક છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યુ હતુ.

તમામ લોકો એ વખતે ચોંકી ઉઠ્યા છે જ્યારે સેક્સ સ્કેન્ડલમાં મધ્યપ્રદેશના શક્તિશાળી લોકોના નામ સપાટી પર આવી રહ્યા છે. આ મામલામાં નેતાઓ અને અધિકારીઓના ૪૦૦૦ અશ્વીલ વિડિયો અને સેક્સ ચેટ પુરાવા સપાટી પર આવ્યા છે. સેક્સ ટેચ ટાઇપ કરતી વેળા પોલીસ કર્મચારીઓના ચહેરા પણ લાલ થઇ ગયા હતા. મામલામાં પોલીસે જે પુરાવા એકત્રિત કર્યા છે જેમાં આઇએએસ અધિકારીઓએ અને નેતાઓના ૪૦૦૦ અશ્લીલ વિડિયો અને ફોટાઓ અને સેક્સ ચેટ સામેલ છે., સુત્રોએ કહ્યુ છે કે આ સેક્સ ચેટ એટલા સ્પષ્ટ છે કે આને ટ્રાન્સસ્ક્રાઇબ કરતી વેળા પોલીસ કર્મચારીઓના ચહેરા લાલ થઇ ગયા હતા. મુખ્યપ્રધાન કમલનાથે હવે મામલામાં સામેલ અધિકારીઓના સંબંધમાં વધુ માહિતી માંગી છે. સાથે સાથે એસઆઇટીને નિર્દેશ કર્યો છે કે હોદ્દાને ધ્યાનમાં લીધા વગર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. મામલાની તપાસ ખુબ જ સંવેદનશીલ છે. આરોપી લોકો પાસેથી માત્ર વરિષ્ઠ અધિકારી મુલાકાત કરી રહ્યા છે.

સૌથી મોટો પડકાર તો હાલમાં વિડિયો ખોટા હાથમાં ન જાય તેની ખાતરી કરવાનો રહેલો છે. ઇન્દોરના રિવિયર ટાઉન અને મીનલ રેસિડેન્સીમાં રહેતા લોકોનુ કહેવુ  છે કે કારોનો બે કાફલો દરરોજ આવતો હતો. કેટલીક વખત કારમાં મહિલાઓને જતી જોવામાં આવી હતી. જો કે મોટા નેટવર્ક અંગે કોઇ માહિતી મળી રહી ન હતી. કેટલાક લોકો આને હની ટ્‌ેપ સ્કેન્ડલ કહે છે તો કેટલાક લોકો આને હની હંટર તરીકે કહે છે. આ સેક્સ રેકેટ પાંચથી વધારે રાજ્યોમાં ફેલાયેલુ હોવાનુ જાણવા મળે છે.હની ટ્‌ેપ સ્કેન્ડલની પાંચ મહિલા અને એક શખ્સ કસ્ટડીમાં છે. ગેંગની મુખ્ય લીડર ૪૮ વર્ષીય શ્વેતા જૈન હોવાનું જાણવા મળ્યું છે જેના ફેસબુક પેજ ઉપર લખવામાં આવ્યું છે કે ક્યારેક ક્યારેક એક મહિલા રાજા તરીકે હોય છે.  મામલાની બીજી આરોપી શ્વૈતા વિજય જૈન છે જેના ભાજપમાં મજબૂત સંપર્કો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ કહી ચુક્યા છે કે, તેઓ ભાજપ યુવા મોરચાના રાજ્ય મહાસચિવ રહી ચુક્યા છે. મામલાની ત્રીજી આરોપી કોંગ્રેસના પૂર્વ રાજ્ય આઈટી સેલના નાયબ અધ્યક્ષ અમિત સોનીના પત્નિ બરખા સોની છે. બીજા બે આરોપીઓમાં એક ૧૮ વર્ષીય કોલેજની વિદ્યાર્થીની છે જે રાજગઢ ગામમાંથી આવે છે. આરતી નામની એક અન્ય યુવતી બેહોશીના નાટક કરવામાં નિષ્ણાત છે. તમામને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. એક પુરુષ આરોપી ઓમપ્રકાશનું નામ પણ સપાટી ઉપર આવ્યું છે.

Previous articleભારે વરસાદના કારણે બિહાર પાણી પાણી
Next articleજરૂર પડશે તો ફરી બાલાકોટની જેમ એરસ્ટ્રાઇક કરવા ચેતવણી