ગેરકાયદે કોલસેન્ટર ચલાવતા માલિકોને ડેટા પૂરો પાડતા બે શખ્સની ધરપકડ

405

વેજલપુર પોલીસે ગુજરાત અને ગુજરાત બહાર ગેરકાયદે કોલસેન્ટર ચલાવતા માલિકોને ડેટા પૂરો પાડતા બે શખ્સની ધરપકડ કરી છે. વેજલપુર પોલીસે બંને પાસેથી બે મોબાઈલ ફોન અને ગાડી કબ્જે કરી વધુ પુછપરછ શરૂ કરી છે. આરોપી ગાડીમાં બેસી સ્કાઇપ દ્વારા અમેરિકન નાગરિકોને કોલ કરી પેડ એ લોન આપવા બહાને છેતરપિંડી પણ કરતો હતો.

નવરાત્રિને લઇ વેજલપુર પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે વસ્ત્રાપુર પાસે આવેલી દેસાઈપાર્ક સોસાયટી પાસે કાળા કલરની ગાડીમાં એક શખ્સ ગેરકાયદે કોલસેન્ટરની પ્રવૃતિ કરે છે તેવી માહિતીના આધારે ત્યાં જઈ તપાસ કરતા કારમાં બેઠેલા વિવેકસિહ ચૌહાણ (ઉ.વ.૩૪, રહે. અશ્વલેખા એપાર્ટમેન્ટ વસ્ત્રાપુર ફાટક પાસે)ની ધરપકડ કરી હતી. આરોપીની વિવેકસિંહનો મોબાઈલ તપાસ કરતા તેમાંથી કોલસેન્ટરનો ડેટા મળી આવ્યો હતો.  પોલીસ તેની પુછપરછ કરી રહી હતી ત્યારે તેના મોબાઈલમાં વોટ્‌સએપ પર એક કોલ આવ્યો હતો. પોલીસે સ્પીકર ફોન કરાવી વાત સાંભળતા કોલસેન્ટરનો ડેટા માંગ્યો હતો. ડેટા માંગનાર શખ્સે લાલદરવાજા પાસે વિવેકસિંહને બોલવતા પોલીસ તેને લઇ ત્યાં પહોંચી હતી અને ડેટા લેવા આવતા જ તે શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે તેનું નામ પૂછતાં અઝહર એહમદભાઈ સૈયદ (રહે.ખાનપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

Previous articleઢોર પકડવાની કાર્યવાહી કડક કરવાનું કહેતા સેનેટરી ઇન્સ્પેકટરને ધમકી મળી
Next articleભારત-પાક વચ્ચે અણુ યુદ્ધ થાય તો કરોડો લોકોના મોત