રાણપુરની હેત વિદ્યાલયમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ

443

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ હેત વિદ્યાલય દ્વારા આજરોજ સાતમાં નોરતાના દિવસે હેત વિદ્યાલયના કોચીંગ કેંમ્પસમાં નવરાત્રીની ધામ-ધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી.નવરાત્રી ઉત્સવના કાર્યક્રમમાં મંડપ ને અદભુત રીતે શણગારવામાં આવ્યો હતો.હેત વિદ્યાલયના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક સ્ટાફે ગુજરાતનો પરંપરાગત પહેરવેશ પહેરી રાસ ગરબે રમતા નજરે પડ્યા હતા.આ નવરાત્રીના કાર્યક્રમ ને નિહાળવા રાણપુર તથા આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને આ  કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવા બદલ હેત વિદ્યાલયના સંચાલક ચિરાગ ભટ્ટની ભારે પ્રશંસા કરવામાં આવી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleપાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળના બાળકોેએ ૩પ કિલો પ્લાસ્ટીક ભેગુ કર્યુ