મૃણાલ ઠાકુર કરણ જોહરની ફિલ્મ ઘોસ્ટ સ્ટોરીઝમાં ચમકશે

521

બોલિવૂડ ડેસ્કઃ ‘સુપર ૩૦’ અને ‘બાટલા હાઉસ’ ફિલ્મ બાદ મૃણાલ ઠાકુર હવે કરણ જોહરની ફિલ્મ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં દેખાશે. ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ પરની એન્થોલોજી ફિલ્મ છે. જેમાં કરણ જોહરની ફિલ્મમાં મૃણાલ ઠાકુરને કાસ્ટ કરવામાં આવી છે. મૃણાલે ઇન્સ્ટાગ્રામ પર ક્લેપબોર્ડનો ફોટો શેર કરી લખ્યું હતું કે, ‘આ ખરેખર એકદમ ખાસ છે. થેન્ક યુ કરણ જોહર.’

‘નેટફ્લિક્સ’ પરની ફિલ્મ ‘લસ્ટ સ્ટોરિઝ’ એન્થોલોજી ફિલ્મ છે, જેમાં ૪ શોર્ટ સ્ટોરિઝ છે. તેની જેમ જ આ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ પણ એક એન્થોલોજી ફિલ્મ છે. એન્થોલોજી એટલે અલગ-અલગ વાર્તાઓનો સંગ્રહ. ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ની દરેક સ્ટોરી એકબીજા સાથે કનેક્ટેડ હશે. ‘લસ્ટ સ્ટોરિઝ’ બાદ કરણ જોહર, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી આ ચારેય ડિરેક્ટર્સ ફરી ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ પર કામ કરી રહ્યાં છે. કરણ જોહરની ફિલ્મમાં તેણે ઇન્ટરનેટ સેન્સેશન કુશકાને પણ કાસ્ટ કરી છે. આ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ને રોની સ્ક્રૂવાલા અને અશી દુઆ પ્રોડ્યૂસ કરવાના છે.

Previous articleમાવતરના ગરબામાં વડિલોએ રાસની રમઝટ બોલાવી
Next articleલાંબી સારવાર બાદ રિષિ કપૂર કામ પર પરત ફર્યાઃ તસ્વીર વાયરલ