અમદાવાદમાં ૧.૯૦ લાખનું પાર્ટી ડ્રગ્સ ઝડપાયું, મહિલા અને યુવકની ધરપકડ

422

પાર્ટી ડ્રગ્સ એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે મહિલા સહિત ૨ લોકોની એસઓજી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે તેઓ પાસેથી ૧૯ ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, જમાલપુરમાં રહેતો નાસીરહુસેન શેખ ડ્રગ્સ લઈ અમદાવાદ આવી રહ્યો છે. જેના આધારે એસઓજીની ટીમે રામોલ બરોડા એક્સપ્રેસ વે પર વોચ ગોઠવી હતી. નાસીર હુસેન સાથે એક મહિલા પણ આવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી હતી.મહિલાની પૂછપરછ કરતા તેનું નામ નીલમ ઉર્ફે નેહા ઉર્ફે ઝોયા પરમાર (રહે. જમાલપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની તપાસ કરતા નીલમ પાસેથી પાર્ટી ડ્રગ્સ એમ્ફેટામાઇન મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ કબ્જે કરી ક્યાંથી લાવ્યા બાબતે પૂછપરછ કરતા નાસીર હુસેન આ ડ્રગ્સ મુંબઈથી સેન્ટ્રલ બે પાણીની ટાંકી પાસેથી નદીમ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. પોલીસે હાલ બંનેની વધુ પૂછપરછ શરૂ કરી છે.

Previous articleસાર્વજનિક દુર્ગા પૂજા મંડપની મુલાકાત કાજોલ, રાની મુખરજી, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન
Next articleપાક.ના એફ-૧૬ વિમાનને પાડી પાડનાર અભિનંદનની સ્કવાડ્રનને સન્માનિત કરશે વાયુસેના