મલાઇકા અરોરા પલસાણામાં ગરબે ધૂમી

412

પલસાણા તાલુકાનાં એના ગામમાં નવરાત્રીનાં એક કાર્યક્રમમાં સાતમા નોરતે અભિનેત્રી મલાઇકા અરોરોએ  હાજરી આપી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો તેમને જોવા અને મળવા આવ્યાં હતાં. જેમાં મલાઇકાએ નવલી નવરાત્રીની મઝા માણી હતી. તેણે ત્યાં આવેલા લોકો માટે ગરબા ગાયો પણ હતો અને રમી પણ હતી.મલાઇકાની હાજરીને કારણે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.મલાઇકા સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે ગુજરાતી જમવાનું ઘણું જ ગમે છે. તેને ખાસ કરીને ઊંધીયુ, કઢી, ખીચડી, થેપલા તો ઘણાં જ ભાવે છે.મા આદ્ય શક્તિનાં સાતમાં નવરાત્રે બોલિવુડની અભિનેત્રી મલાઈકા અરોરા માતાજીના ગરબાનાં તાલે ઝુમી હતી.પલસાણા તાલુકાના એના ગામે એના કેળવણી સંચાલિત એના યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે.મલાઇકાએ ગરબાની મઝા માણી હતી.

Previous articleઅરૂણાચલ પ્રદેશનું યાંગ્સે ભારત-ચીનની વચ્ચે મિત્રતાની નવી કડી બનશે..!!
Next articleકાપડ ઉદ્યોગની મંદીથી હતાશ થયેલ કારખાનેદારે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો