મહુવા બગદાણા રૂટમાં કન્ડકટરને માર મારતા રજુઆત

860

મહુવા  બગદાણા રૂટ માં   કન્ડક્ટર હિંમતભાઈ વાઘ ને ત્રણ શખ્સે જ્ઞાતિ વિશે અપ શબ્દો કહી મારતા હોસ્પિટલ માં દાખલ કરેલ જેથી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે તે બગદાણા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ને અને મહુવા ડેપો મેનેજર સહિત એસ.ટી. યુનિયનનો ના પદાધિકારીઓ  રજનીભાઈ  દેવમોરારી, ત્રિભોવનભાઈ ગોહિલ, કિશોરભાઈ અને ગુજરાત કર્મચારી ઉત્કર્ષ મંડળ ના પૂ. પ્રમુખ દિનેશરાજ રાવલિયા તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત એસ.ટી. કર્મચારીઓ સાથે તપાસનિશ અધિકારીઓ ને લેખિત અને મૌખિક ઉગ્ર રજૂઆત કરી હતી.

Previous articleમધુવન ગામે ચૌહાણ પરિવાર દ્વારા સત્યનારાયણની કથા યોજાઈ
Next articleબરવાળા ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા શસ્ત્રપુજન કાર્યક્રમ યોજાયો