રિતિક રોશન અને ટાઇગર શ્રોફ અભિનિત ફિલ્મ વોર બોક્સ ઓફિસ પર નવા નવા રેકોર્ડ સર્જી રહી છે. ફિલ્મે દશેરાના દિવસે સફળતાના નવા રેકોર્ડ સર્જી દીધા હતા. આ ફિલ્મે દશેરાના દિવસે ૨૭ કરોડની કમાણી કરી લીધી હતી. જો કે મંગળવારના દિવસે આટલી જંગી કમાણીનો આ એક રેકોર્ડ છે. દરેક દિવસની કમાણીના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ફિલ્મે હજુ સુધી ૨૦ કરોડની કમાણી કરી દીધી છે. જે પહેલા સોમવારના દિવસે પણ રહી હતી. બોક્સ ઓફિસ પર રિપોર્ટની વાત કરવામાં આવે તો ફિલ્મે પ્રથમ મંગળવારના દિવસે આશરે ૨૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મની કમાણી ૨૦૦ કરોડથી ઉપર પહોંચી ચુકી છે. આવી રીતે ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ ૨૦૬ કરોડ રૂપિયાની જંગી કમાણી કરી લીધી છે. આ રીતે પ્રથમ સપ્તાહમાં ૨૦૦ કરોડથી વધુની કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં તે સૌથી ઉપર રહી છે. તે પહેલા બાહુબલી, સુલ્તાન ફિલ્મે ૨૦૦ કરોડની કમાણી કરી હતી. એક સપ્તાહમાં ૨૦૦ કરોડની કમાણી રણબીર કપુરની સંજુ પણ કરી ગઇ હતી. વર્ષ ૨૦૧૯માં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મોની વાત કરવામાં આવે તો આ ફિલ્મ સૌથી વધારે કમાણી કરી ગઇ છે. વર્ષ ૨૦૧૯માં કબીર સિંહ અને ઉરી સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે રહી છે. એવી આશા છે કે બાકીની ફિલ્મોના આંકડાને આ ફિલ્મ પાર કરીને તમામ રેકોર્ડ તોડી નાંખશે. એક્શનથી ભરપુર ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મ ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં રિતિક રોશન અને ટાઇગરે હજુ સુધીનો સૌથી જોરદાર દેખાવ એક્શનના મામલે કર્યો છે. વાર્તા એક સિક્રેટ સોલ્જરની છે. જે રિતિક રોશન છે. જે દેશભક્તિના માર્ગે ટાઇગર શ્રોફની મદદ કરે છે. એક્શન ફિલ્મોના રસિયા લોકો માટે આ એક ધમાકેદાર ફિલ્મ છે. ફિલ્મમાં વાણી કપુર પણ કામ કરી રહી છે. ફિલ્મ રજૂ કરવામાં આવી ત્યારથી લઇને હજુ સુધી આ ફિલ્મને લઇને ભારે ચર્ચા છે. કારણ કે ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સર્જી નાંખશે તેમ તો પહેલાથી જ માનવામાં આવી રહ્યુ હતુ. હજુ ફિલ્મની કમાણી ૩૦૦ કરોડના આંકડાને પાર કરી શકે છે. રિતિક રોશનની હાલમાં અક પછી એક ફિલ્મ સફળતા હાંસલ કરી રહી છે. તે પહેલા તેની સુપર ૩૦ પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. હવે વોર ફિલ્મ રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. રિતિક ફરી એકવાર એક્શન ફિલ્મના મામલે તમામને ચોંકાવે તેવી સ્થિતીમાં આવી ગયો છે. વિતેલા વર્ષોમાં પણ તે સુપરહિટ ફિલ્મો આપતો રહ્યો છે. વોર ફિલ્મમાં ગ્લેમર સ્ટાર તરીકે વાણી કપુરને લેવામાં આવી છે.
તેમની કેમિસ્ટ્રી જોરદાર રીતે જોવા મળી રહી છે. રિતિક રોશન સુપરસ્ટાર પૈકી એક તરીકે છે. હાલમાં અક્ષય કુમાર અને અજય દેવગનને પણ મોટા સ્ટાર તરીકે એક્શનમાં ગણવામાં આવે છે.

















