પતિ સાથે વાત કરતી હોવાની શંકાથી પત્નીએ વિદ્યાર્થિનીનું અપરહણ કર્યુ, કૂવામાંથી મૃતદેહ મળ્યો

0
22612

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ભોજેલા ગામના વાણીયા મહુડી ફળિયામાં રહેતા મહેન્દ્રસિંહ હીરાભાઈ ચારેલ ખેતીવાડી દ્વારા ગુજરાત ચલાવે છે. તેઓ તેમની પત્ની, બે પુત્રો અને બે પુત્રીઓ સાથે રહે છે. જેમાં પ્રિયંકાબેન મહેન્દ્રસિંહ ચારેલ ધો-૧૦માં અભ્યાસ કરતી હતી. અને પ્રિયંકા સોમવારે સવારે સુખસર ખાતે સવારે ટ્યૂશન ક્લાસમાં ગઇ હતી. તે સમયે સવારે ૧૧ઃ૩૦ વાગ્યે કંથાગર ગામની સોનલબેન ગોવિંદભાઈ બારીયા તથા તેનો દિયર પર્વતભાઈ વિનોદભાઈ બારીયા ભોજેલા ગામમાં કિશોરીના ઘરે ગયા હતા. અને સોનલે તેના પરિવારજનોને કહ્યું હતું કે, તારી છોકરી મારા પતિ સાથે મોબાઈલ ફોનથી વાત કરે છે, જેથી હું અને મારો દિયર પર્વત બારીયા પ્રિયંકાના ટ્યૂશન ક્લાસમાં ગયા હતા. જ્યાંથી બાઇક પર બેસાડીને લઇ આવ્યા હતા પરંતુ પ્રિયંકા બાઇક પરથી કૂદી ભાગી ગઇ છે. તેમ કહીને પ્રિયંકાનું દફ્તર આપી જતા રહ્યા હતા. અને જતા જતા ધમકી આપતા કહ્યું હતું કે, તારી છોકરી ફરીથી આવો ફોન કરશે તો જીવતી છોડીશું નહીં. અને મારી નાખીશું.

ત્યારબાદ પ્રિયંકાના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

જોકે પ્રિયંકાનો કોઇ પત્તો મળ્યો નહોતો. છેવટે ભોજેલા ગામે રોડ ઉપર પ્રિયંકાનો એક ચપ્પલ મળી આવ્યું હતું. જેથી આસપાસમાં તપાસ કરતા કુવા પાસેથી બીજુ ચપ્પલ મળ્યું હતું. આજે સવારે કૂવામાં લોખંડની બિલાડી નાખી તપાસ કરતા પ્રિયંકાની લાશ કૂવામાંથી મળી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here