સ્ટેચ્યુ ઓફ યુનિટી હેલિકોપ્ટર સેવા સ્થગિત થતાં લોકો નિરાશ

564

ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની હેલિકોપ્ટરની સેવા બંધ કરી દીધી છે. હેલિકોપ્ટરના અવાજથી સફારી પાર્કના પ્રાણીઓમાં વ્યાપક દહેશત જોવા મળી રહી હતી. સાથે સાથે પ્રાણીઓમાં ઉછળકુદની સ્થિતિ દેખાઈ રહી હતી. આની નોંધ લેવામાં આવ્યા બાદ હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવામાં આવી છે. હવે હેલિપેડને અન્યત્ર લઇ જવાની વાત ચાલી રહી છે. હેલિપેડને અન્યત્ર લઇ જવામાં આવ્યા બાદ હેલિકોપ્ટર સેવા પ્રવાસીઓ માટે ફરી શરૂ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ભારત જ નહીં બલ્કે વિશ્વના પ્રવાસીઓ આકર્ષિત થયા છે. દુનિયાના પ્રવાસ સ્થળોમાં તેનું ખાસ મહત્વ રહેલું છે. દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસી અહીં પહોંચે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના એરિયલ વ્યૂના નિર્દેશક મારફતે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ સેવા બંધ કરવામાં આવ્યા બાદથી ભારે અટકળો જોવા મળી રહી છે. રાજીવ ગુપ્તાએ કહ્યું છે કે, અહીં એક સફારી પાર્કનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આકર્ષિત થઇ રહ્યા છે. હેલિકોપ્ટરના લેન્ડિંગ અને ઉતરાણના કારણે મોટી સંખ્યામાં પ્રાણીઓમાં દહેશત ફેલાઈ જાય છે જેથી સફારી પાર્કના નજીક બનેલા હેલિપેડનું નિર્માણ ટૂંક સમયમાં જ અન્યત્ર લઇ જવામાં આવશે. સફારી પાર્કના પ્રાણીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવાયો છે. તમામ લોકો જાણે છે કે, સરદાર પટેલની ૧૮૨ મીટરની આ પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પૈકીની એક છે. દરેક વ્યક્તિ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાને નજીકથી જોવા માટે ઇચ્છુક છે જેથી ગુજરાત સરકારે નજીકથી જોવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરી હતી.

હેલિકોપ્ટરની સેવા હાલમાં સ્થગિત કરવામાં આવ્યા બાદ આને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત સરકાર તરફથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા પણ મળી નથી.

Previous articleગુજરાત એકસપ્રેસની હડફેટે બાળા સહિત ૩ના કરૂણ મોત
Next articleસેવા સેતુના પાંચમા તબક્કાનો અંતરિયાળ વનબંધુ વિસ્તાર દાહોદના અંતેલાથી મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ