તળાવ પાસેથી ત્યજી દેવાયલી નવજાત બાળકી મળી આવતા હાહાકાર

4940

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુગલીયાપુરા ગામના તળાવના કિનારે ત્યજી દીધેલી નવજાત બાળકી વાઘોડિયા પોલીસને મળી આવી છે. તળાવના કિનારેથી રડવાનો ગામની વ્યક્તિએ અવાજ સાંભળતા પોલીસને જાણ કરી હતી.વાઘોડિયા તાલુકાના ગુગલીયાપુરા ગામમાંથી ગામના તળાવના કિનારે એક નવજાત બાળકી હોવાની માહિતી મળતા વાઘોડિયા પોલીસ તરુંત જ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને બાળકીનો કબજો લઇને તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ બાળકીને કોઇ અજાણી વ્યક્તિ મૂકી ગયું હતું. અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આ મહિલાએ કયા કારણોસર પોતાની નવજાત બાળકી ત્યજી દીધી તે અંગેની વિગત મહિલા મળ્યા પછી બહાર આવશે. હાલ પોલીસ મહિલાને શોધી રહી છે.

Previous articleજેલનો કાચા કામનો કેદી ઊલટીનાં બહાને પોલીસને ધક્કો મારી ફરાર
Next articleદારૂબંધીના લીરેલીરાં ઉડ્યા..!! મામલતદાર કચેરીમાં જ મદિરા મહેફીલ, પ્રેમિકાએ પાડી રેડ