જમ્મુ કાશ્મીર : અંતે પોસ્ટ પોઇડ મોબાઇલ સેવા શરૂ

344

જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ વધુ હળવી બની રહી છે. કલમ ૩૭૦ની નાબુદી બાદ લાદવામાં આવેલા નિયંત્રણો પૈકી મોટા ભાગના નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યા છે. આજે રાજ્યમાં પોસ્ટ પેઇડ મોબાઇલ સેવા શરૂ કરી દેવામાં આવી છે. જો કે  મોબાઇલ ઇન્ટરનેટ સેવા હાલમાં બંધ રહેનાર છે. રાજ્ય વહીવટીતંત્ર દ્વારા પોસ્ટપેઈડ મોબાઈલ સેવા ફરી શરૂ કરી દેવામાં આવી છે.રાજ્યમાં કલમ ૩૭૦ની નાબુદી બાદ કઠોર ધારાધોરણ અમલી કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે મોબાઈલ સેવા પણ બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની રહી છે. જેના કારણે જરૂરી સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે. કલમ ૩૭૦ અને કલમ ૩૫-એને દુર કરવામાં આવ્યા બાદ મોબાઈલ અને ઈટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં સ્થિતી ઝડપથી સામાન્ય બની રહી છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિતી હળવી બનતા કઠોર નિયમોને દુર કરવામાં આવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે  ૧૨મી ઓક્ટોબરના દિવસે કહ્યુ હતુ કે  મોબાઇલ સેવા શરૂ કરવામાં આવી રહી છે. જો કે રાજ્યમાં પોસ્ટ પેઇડ સેવા પર રોકને હાલમાં દુર કરવામાં આવી રહી છે. પ્રીપેઇડ સેવા પર મોડેથી નિર્ણય કરવામાં આવશે. તેમણે કહ્યુ હતુ કે પોસ્ટપેઇડ મોબાઇલ પર કોલિંગની સુવિધા હાલમાં આપવામાં આવનાર છે. જો કે મોબાઇલ ઇન્ટરનેટ સેવા માટે લોકોને હજુ રાહ જોવાની ફરજ પડશે. કાશ્મીર ખીણમાં આશરે ૬૬ લાખ મોબાઈલ ધારકો છે. જેમાંથી ૪૦ લાખ લોકો પોસ્ટપેઈડ મોબાઈલ યુઝર્સ છે. હાલમાં જ સરકારે પ્રવાસીઓની અવરજવર ઉપર મુકવામાં આવેલી રોકને પણ દુર કરી દીધી હતી. પ્રિપેઈડ મોબાઈલ સેવા મોડેથી શરૂ કરવામાં આવશે. પોસ્ટપેઈડ મોબાઈલ સેવા માટે લોકોને જરૂરી વેરિફિકેશન કરવાની જરૂર રહેશે. પ્રવાસીઓ સાથે જોડાયેલા સંગઠનોના કહેવા મુજબ મોબાઈલ ફોન સેવા શરૂ કરવામાં આવ્યા બાદ યાત્રીઓની સાથે સાથે પ્રવાસીઓને રાહત થશે. લેન્ડલાઈન સેવા આંશિક રીતે ૧૭મી ઓગસ્ટના દિવસે શરૂ કરી દેવામાં આવી હતી. ચોથી સપ્ટેમ્બર સુધી આશરે તમામ ૫૦ હજાર લેન્ડલાઈનોને શરૂ કરી દેવામાં આવી હતી.  જમ્મુ કાશ્મીરમાં દુરસંચાર વ્યવસ્થા ફરી શરૂ કરી દેવામાં આવી છે. ઓગસ્ટના મહિનામાં જ આ સેવા શરૂ કરી દેવામાં આવી હતી. દુરઉપયોગ બાદ મોબાઈલ પર ઈટરનેટ સેવા ૧૮મી ઓગસ્ટ સુધી રોકી દેવામાં આવી હતી.હવે લોકોને આંશિક રાહત થઇ રહી છે.

Previous articleખેલ મહાકુંભ-૨૦૧૯ અંતર્ગત પાટણ જિલ્લાની ગર્લ્સ ફૂટબૉલ એકેડેમીની ટીમ રાજ્યકક્ષાએ ચેમ્પિયન બની
Next articleસેંસેક્સ ૮૭ પોઇન્ટ સુધરીને ૩૮૨૧૪ની ઉંચી સપાટીએ