નકલી આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, બે સગાભાઇની ધરપકડ

398

અમરાઈવાડીમાં નકલી આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ અને પાનકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઝોન-૫ સ્ક્વોડની ટીમે લવકુશ ઝેરોક્ષ નામની દુકાનમાંથી બે સગા ભાઈની ધરપકડ કરી છે. પોલીસે નકલી આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ ૨૦૦ રૂપિયા લઇ અને આધારકાર્ડ કાઢતા હતા.

ડીસીપી ઝોન ૫ ના સ્ક્વોડને બાતમી મળી હતી કે સુખરામનગરમાં આવેલા લવકુશ કોમ્પ્લેક્સમાં લવકુશ ઝેરોક્ષ નામની દુકાનમાં બે શખ્સ નલકી આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવે છે. જેના આધારે પોલીસે દુકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે સંદીપ કથીરિયા અને જીગ્નેશ કથીરિયા (બને. રહે, ગુજરાત હાઉસિંગ બોર્ડ, બાપુનગર)ને ઝડપી લીધા હતા. દુકાનમાંથી બે લેપટોપ, પ્રિન્ટર, કેમેરા, ફિંગરપ્રિન્ટ મશીન, ૬ પેનડ્રાઈવ એન ૨૩ આધારકાર્ડ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો.

પોલીસે બને ભાઈઓની પુછપરછ કરતા તેઓ સુભાષબ્રિજ કલેકટર ઓફિસમાં આધારકાર્ડ વિભાગમાં આધારકાર્ડ ઓપરેટર તરીકે નોકરી કરે છે. નોકરી દરમ્યાન તેઓએ કલેકટર ઓફિસમથી સરકારી સાધનો જેવા કે આધારકાર્ડ કઢાવવા માટે ફિંગરપ્રિન્ટ મશીન, કેમેરો, લેપટોપ અને આઈરીશ સહિતના સાધનો ચોરી કરી અને દુકાનમાં લાવ્યા હતા. સ્માર્ટ વોટર આઈડી અને સ્માર્ટ પાનકાર્ડ નામના સોફ્ટવરેનો ઉપયોગ કરી અને ખોટા આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવતા હતા. આ સોફ્ટવેર તેઓએ તેમના મિત્ર અલીહસન શેખ (રહે. ગોમતીપુર) પાસેથી ખરીદ્યુ હતું. ૨૦૦ રૂપિયામાં ગ્રાહકોને સ્માર્ટ કાર્ડ અને કલર ઝેરોક્સ કાઢી આપતા હતા. બંને ભાઈઓ કેટલા સમયથી આ કૌંભાડ ચાલવતા હતા તે મામાલે પોલીસે તપાસ શરૂ કરી છે.

Previous articleમુસાફરી મોંઘી બની… લાંબા અંતરની ટ્રેનોમાં અધધધ…૬૦થી ૯૧ સુધીનું વેઈટિંગ
Next articleસૌરાષ્ટ્રમાં જામશે ક્રિકેટ ફિવર, ૭ નવેમ્બરે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ મેચ