ક્રાઇમ બ્રાન્ચમાં ડ્રાઇવર તરીકે નોકરી આપવાના બહાને છેતરતો શખ્સ ઝડપાયો

363

કતારગામમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપી બદમાશે મ્ઇ્‌જી બસના ત્રણ ડ્રાઈવરોને ક્રાઈમ બ્રાન્ચમાં ડ્રાઈવર તરીકે નોકરી આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા ૧૦,૫૦૦ પડાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે. આ મામલે પોલીસે મોહમ્મદ ઇલ્યાસ બાંગી નામના શખ્સને ઝડપી પાડ્યો છે.

મૂળ દાહોદના સંજેલીના હિરોલા ગામના કલ્પેશ નરસીંગ સંગાડા બી.આર.ટીએસ બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. અને અડાજણ એલ.પી.સવાણી રોડ બીઆરટીએસ બસ ડેપો ખાતે જ રહે છે. દરમિયાન ગયા મહિને કલ્પેશની બસ કતારગામ દરવાજા પાસે બંધ થઈ ગઈ હતી તે વખતે મોહમમ્દ ઈલ્યાસ બાંગી (રહે, વીરપુર ફાટક વ્યારા) સાથે તેનો ભેટો થયો હતો. મોહમ્મદ ઈલ્યાસે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી અને કલ્પેશ સંગાડા સહિત ત્રણ ડ્રાઈવરને ક્રાઈમ બ્રાન્ચમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવાને બહાને તેમની પાસેથી કુલ રૂપિયા ૧૦,૫૦૦ અનેડૉક્યુમૅન્ટ પડાલી લીધા હતા.

દરમિયાન એક મહિના ઉપરાંતનો સમય જતા કલ્પેશ સહિત ત્રણેય ડ્રાઈવરનો શંકા જતા કતારગામ પોલીસમા ફરિયાદ નોધાવી હતી. પોલીસે ડ્રાઇવરનોની ફરિયાદના આધાર ગુનો દાખલ કરી ઠગબાજ મોહમ્મદ ઈલ્યાસ બાંગીની ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં અગાઉ પણ કોઈને આ પ્રકારે છેતર્યા છે કે નહીં તેની માહિતી મેળવાશે.

Previous articleયુપીથી સુરત ચેઇન સ્નેચિંગ કરવા આવતા ગુનેગારની ધરપકડ
Next articleવધુ વળતર આપવાની લાલચ આપી ૪ કરોડનું કૌભાંડ આચર્યુંઃ ૨ની ધરપકડ