બે દાયકા પહેલાનાં ડટ્ટાવાળા કેલેન્ડરની મોબાઈલ યુગમાં પણ એટલી જ બોલબાલા

441

મોબાઈલમાં આવેલા ક્રાંતિના કારણે વિવિધ એપ્લિકેશનમાં તારીખ, તિથિ, પંચાગ, મુર્હુત સહિતની માહિતી આંગળીના ટેરવે આવી ગઈ છે. આંગળીના ટેરવે તમામ મહિતી હાવો છતાં મોબાઈલના આજના યુગમાં પણ હિન્દુ પરંપરા મુજબના ડટ્ટાવાળા કેલેન્ડર અડીખમ જોવા મળી રહ્યાં છે. જોકે, બે દાયકાથી આ દટ્ટવાળા કેલેન્ડરનો ક્રેઝ આછો થયો છે પરંતુ ગ્રામ્ય અને સૌરાષ્ટ્રીયન વિસ્તાર સાથે કોટ વિસ્તારમાં હજી પણ આ કેલેન્ડરની ડિમાન્ડ જોવા મળી રહી છે.

કેલેન્ડર અને પૂજન માટેના ચોપડાનું વેચાણ કરનારા કલ્પેસ બેરીસ્ટર કહે છે, બે દાયકા પહેલાં ડટ્ટાવાળા કેલેન્ડરની જે માગ હતી. તેમાં ઘટાડો થયો છે પરંતુ એક પાના પર ત્રીસ તારીખ હોય તેવા કેલન્ડરની ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે. ડટ્ટાવાળા કેલન્ડરની વાત કરતાં તેઓ કહે છે, ખાસ કરીને વરાછા, કતારગામ જેવા સૌરાષ્ટ્રીયન વિસ્તાર તથા જુનુ સુરત એવા કોટ વિસ્તારમાં આજે પણ દટ્ટાવાળા કેલેન્ડરની માગ જોવા મળી રહી છે.

હવે ઓફસેટ પ્રેસમાં છપાતા હોવાથી વધુ વિગત આવે છે. સુરતમાં રહેતાં સૌરાષ્ટ્રીયનો નોટ્‌સ આવે તેવા દટ્ટાવાળા કલેન્ડરનો આગ્રહ રાખતાં હોવાથી તેનું સપ્લાય વધુ કરીએ છીએ. સુરતમાં ડટ્ટાવાળા કેલેન્ડરનું વેચાણ વર્ષોથી થઈ રહ્યું છે ૪૦ વર્ષ પહેલા કેલેન્ડર એક રૂપિયા કે તેથી પણ ઓછા ભાવમાં મળતું હતું. એક રૂપિયામાં મળતું કેલેન્ડર આજે મોબાઈલના યુગમાં પણ અડીખમ છે.જોકે, આ કેલેન્ડરનો ભાવ હાલ ૭૦ રૂપિયાની આસપાસનો જોવા મળી રહ્યો છે. આજની પેઢીને ડટ્ટાવાળા કેલેન્ડર જોઈ અચરજ થાય છે પરંતુ આજે પણ હિન્દુ પરંપરા મુજબના ડટ્ટાવાળા કેલેન્ડર અડીખમ જોવા મળી રહ્યાં છે.

Previous articleબહેનને માર મારતાં પ્રેમીને મોટી બહેને લાફા અને પટ્ટાથી માર માર્યો
Next articleધવલસિંહે કોંગ્રેસ પર રૂપિયાની વહેંચણી કરી હોવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો