આર્થિક સંકડામણને કારણે રત્ન કલાકારે આપઘાત કરતા હાહાકાર

358

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા યુવકે મકાનના હપ્તા ન ભરી શકવાને કારણે આપઘાત કરી લીધો હતો. જે બાદમાં બેંક તરફથી યુવકના ઘરે નોટિસ લગાવવામાં આવી હતી. જે બાદમાં યુવકે આવું પગલું ભર્યું હતું.

આપઘાત કરી લેનાર ૨૨ વર્ષીય યુવક નયન રમેશ લખાણીયા અમરોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલી મંગલમ રેસિડેન્સીમાં રહેતો હતો. નયને એલઆઈસી એચએફએલ બેંકમાંથી લોન લીધી હતી. જેના હપ્તા તે ચુકવી શક્યો ન હતો. જે બાદમાં બેંક તરફથી તેના ઘરની બહાર નોટિસ લખવામાં આવી હતી. બીજી તરફ હીરા ઉદ્યોગમાં મંદી આવવાને કારણે યુવક હપ્તા ચુકવી શકવામાં અસમર્થ બની ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે બેંકને હપ્તા ચુકવવામાં નિષ્ફળ રહ્યા બાદ બેંક તરફથી ઉઘરાણી કરવામાં આવી હતી. લોનની રિકવરી કરવા આવેલા લોકોએ યુવકના ઘર બહાર મોટા અક્ષરેથી નોટિસ લખી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકે આઘાતમાં આવીને આપઘાત કરી લીધો હતો.

નયન તેના માતાપિતા સાથે ફ્લેટમાં રહેતો હતો. મળતી માહિતી પ્રમાણે નયનના પિતા તેના લગ્ન માટે કોઈ સારી છોકરીની શોધમાં હતા. પરંતુ વિધાતાને કદાચ આવું મંજૂર નહીં હોય. દીકરા ધામધૂમથી લગ્ન કરવાને બદલે હવે પિતાએ જુવાનજોધ દીકરાને કાંધ આપવાનો વારો આવ્યો છે.

Previous articleહોસ્પિટલમાં ઘૂસી વીડિયો ઉતારી ૧ કરોડની ખંડણી માગતો તોડબાજને પોલીસે ઝડપાયો
Next articleખેડૂતને હનીટ્રેપમાં ફસાવી ૧૦ લાખની ખંડણી માંગતા પાંચની ધરપકડ કરાઈ