પ્રવાસીઓની સેફટી શું..?!! સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે રિવર રાફટિંગ કાર્યસ્થળે યુવાન તણાયો

352

કેવડિયામાં રિવર રાફટિંગના કાર્યસ્થળે મોટી દુર્ઘટના સર્જાઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે. કેવડિયા રિવર રાફટિંગની સાઇટ પર મોટી ઘટના બનતા ખળભળાટ મચ્યો છે. કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા ખલવાણી રિવર રાફટિંગ પાસે વહેતા પાણીમાં પગ લપસી જતા યુવાન તણાયો છે. નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસીઓ માટે ખલવાણી જંગલમાં રિવર વોટર રાફટિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અહીંયા ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો યુવાન શિરીષ ભગુભાઈ તડવી (રહેવાસી કંકુ વાસણ, તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર, ઉંમર વર્ષ ૨૧) તણાઈ ગયો હતો. આ અંગે કેવડિયા પોલીસે જણાવ્યું હતું કે શિરીષ ભગુભાઈ તડવી અહિયાં ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો હતો અને જમ્યા બાદ પાણી પીવા હાથ ધોવા ખલવાણીમાં જ્યાં રિવર રાફટિંગ થાય ત્યાં ગયો હતો અને પાણીમાં તણાઇ ગયો હતો.

નર્મદાના કેવડિયા ખાતે ચાલતા રિવર રાફટિંગની જગ્યાએ પૂરજોશમાં કામ કરી રહેલા ૩૦થી વધુ કામદારોમાંથી એક કામદાર ખાડીમાં હાથ ધોવા પડ્યો હતો.

૩૧ ઓક્ટોબર સુધીમાં રિવર રાફટિંગનું કામ પૂર્ણ કરવા માટે તંત્ર કામે લાવ્યું હતું. તમને જણાવી દઇએ કે, ૩૧મીએ પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખાતે આવવાના છે. આ ઘટના બનતા ખળભળાટ મચ્યો છે. હવે રિવર રાઉટિંગ સ્થળે આ ઘટના બનતા પ્રવાસીઓની સેફટી પર સવાલ ઉભો થયો છે. આ ઘટનામાં ભોગ બનનાર નસવાડીનો મજદૂર પાણીમાં ડૂબ્યો છે.

Previous articleવડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત રદ
Next articleપોલીસનો રોફ જમાવીને પૈસા પડાવતા બે આરોપી ઝડપાયા