લાઠી ના ઝરખિયા ખાતે શહીદ વીર જવાન સુરેશ રાઠોડ નું સ્મૃતિ સ્મારક નું માતૃશ્રી હંસાબેન રાઠોડ અને પિતા મગનભાઈ રાઠોડ ના વરદહસ્તે લોકાર્પણ

450
અમરેલી જિલ્લા ના લાઠી તાલુકા ના જરખીયા ગામના રાષ્ટ્રપ્રેમને સો સો તોપની સલામ…અમરેલી જીલાના લાઠી તાલુકાના જરખીયા ગામના  શહીદ વીર જવાન સુરેશ મગનભાઈ રાઠોડ તા.૨૮/૬/૨૦૧૭ ના રોજ શહીદ થતા તેમના માન સન્માન મા એક શહીદ સ્મારક નુ જરખીયા ગામે નિમાણઁ કરવામાં આવેલ  તેનુ લોકાર્પણ તા.૩/૧૧/૨૦૧૯ રવિવારે સવારે ૯-૩૦  કલાકે યોજાયેલ  આ લોકાર્પણ સમારોહ મા અમદાવાદ થી સી.આર.એફ  ની બટાલીયન ના જવાનો,પોલીસ જવાનો તેમજ જરખીયા ગોવિદપરા સુરગપરાના અગ્રણીઓમા સુરત જય જવાન નાગરિક સમિતિ ના ટ્રસ્ટી(વૃક્ષપ્રેમી)દેવચંદભાઇ જે.કાકડીયા,અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ શેઠ મનુભાઇ ગોબરભાઈ કાકડીયા,જીતુભાઇ વાળા (અમરેલી જીલ્લા કોગ્રેસ અગ્રણી અડતાલા),સરપંચ હરેશભાઈ કાકડીયા,કાળુભાઇ વી.શેલડીયા (મહામંત્રી સુ સંસ્કાર દિપ યુવા મંડળ),કાળુભાઇ પી.કાકડીયા,ઘુસાભાઇ હેરમા,રાવતભાઇ ડેર,મનહરભાઇ એન.કાકડીયા (પ્રમુખ મીરાનગર સો.સુરત),રેવાભાઈા (મુખી),ભરતભાઇ સુતરીયા,વીર શહીદ સુરેશભાઈ રાઠોડના ભાઇ જીતેન્દ્ર મગનભાઈ અને ગૌતમ મગનભાઈ રાઠોડ,માવજીભાઈ રાઠોડ,કાન્તિભાઇ રાઠોડ,, તેમજ સુરત અમદાવાદ વસતા જરખીયા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ ,વીર શહીદ સુરેશભાઈ રાઠોડના શહીદ સ્મારક તેમજ તકતી અનાવરણ તેમના માતુશ્રી હંસાબેન રાઠોડ અને પિતાજી મગનભાઈ ખોડાભાઇ રાઠોડના હસ્તે કરાયેલ.ઉપસ્થિત તમામ જંગી મેદનીએ તેમજ બટાલીયન ના ફૌજીઓએ અને પોલીસમેનો દ્વારા વીર શહીદ સુરેશભાઈ રાઠોડના સ્મારક પર પુષ્પાંજલિ અપિઁત કરેલ.અદબભેર માન સન્માન સાથે રાષ્ટ્ર ગીતનુ ગાન કરવામાં આવેલ તેમજ અમદાવાદ થી પધારેલ સી આર પી  કમાન્ડર વિનોદજી;શેઠ મનુભાઇ જી.કાકડીયા,કાળુભાઇ શેલડીયા દ્વારા શબ્દો દ્વારા વીર શહીદ સુરેશભાઈ રાઠોડને પુષ્પાંજલિ અપઁણ કરાયેલ સમગ્ર કાયઁક્રમ નુ સંચાલન દેવચંદભાઇ જે.કાકડીયા દ્વારા કરવામાં આવેલ એમ નટવરલાલ ભાતીયા ની યાદી જણાવે છે
Previous articleગાંધી સંકલ્પ યાત્રા માં નંદકુવરબા મહીલા કોલેજ ની વિદ્યાર્થીનીઓ જોડાઈ
Next articleસંત અબજીબાપાએ અનેકવિધ લોકસેવાના કાર્યો કર્યા છે : મુખ્યમંત્રી