ભાવનગર જિલ્લામા ગામની દિકરી યોજનાનો પ્રારંભ કરાયો

857

સમગ્ર ગુજરાત રાજ્યમા સૌપ્રથમ ભાવનગર જિલ્લાના માલણકા ગામેથી “ગામની દિકરી” યોજના શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ લોન્ચ કરી

શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે એ માલણકા ગામે યોજના અંતર્ગત દિકરીની માતાઓને રૂ.૧ હજારનો ચેક અર્પણ કર્યો

વેદકાળથી એક ઉક્તિ કહેવાય છે કે યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે રમન્તે તત્ર દેવતા એટલે કે જ્યા નારીની પુજા થાય છે ત્યા દેવતાઓનો વાસ હોય છે. આ ઉક્તિને સાર્થક કરવાના શુભ હેતુસર ભાવનગર જિલ્લા પંચાયત દ્વારા ગુજરાત રાજ્યમા સૌ પ્રથમ ભાવનગર જિલ્લાના માલણકા ગામેથી ગામની દિકરી યોજના લોન્ચ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્યક્રમ લોન્ચ કરી દિકરીની માતાઓને રૂ.૧ હજારનો ચેક અર્પણ કરી શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે એ જણાવ્યુ હતુ કે ભારત દેશમા દિકરીને શક્તિનુ સ્વરૂપ ગણવામા આવે છે ત્યારે આ શક્તિ સ્વરૂપ દિકરીઓની સંખ્યા સંતુલીત રહે દિકરા-દિકરી ને એક સમાન ગણવામા આવે તેવા હેતુસર આજે આપણે ગામની દિકરી યોજના સમગ્ર રાજ્યમા અને જિલ્લામા સૌપ્રથમ માલણકા ગામે થી લોન્ચ કરી છે સાથે સાથે જિલ્લાના સમગ્ર વિસ્તારમા આ યોજના આજથી જ શરૂ થઈ રહી છે જિલ્લામા છેલ્લા ૩ મહિનામા જન્મેલી ૩,૯૪૦ દિકરીઓની માતાઓને આ યોજના અંતર્ગત રૂ.૧ હજારનો ચેક આપવાની કામગીરીનો પ્રારંભ થયો છે ૧૪મા નાણાપંચની રકમ માથી દરવર્ષે રૂ. ૨ કરોડ જેટલી રકમ આ યોજના અંતર્ગત જિલ્લા પંચાયત ખર્ચ કરશે તેમ જણાવી વધુમા તેમણે ઉમેર્યુ હતુ કે એક દિકરી દસ દિકરાઓની ગરજ સારે છે માટે દિકરીઓને દિકરાની સમોવડી બનાવવા માટે જિલ્લાના દરેક માં-બાપે જાગૃત રહેવુ પડશે
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલએ જણાવ્યુ હતુ કે માલણકા ગામમા ૧૦૦ દિકરા જન્મે તેની સામે ૭૫ દિકરીઓ જન્મે છે ભંડારીયા ગામે ૧૦૦ દિકરા જન્મે તેની સામે ૪૦ દિકરીઓ જન્મે છે આ પ્રકારની દિકરા-દિકરીની અસમાનતા દૂર કરી એક સંતુલીત સમાજ નિર્માણ થાય તેવા ઉત્તમ પ્રકારના ભાવસભર આ કાર્યક્રમની દૂરોગામી શુભ અસરો જોવા મળશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની સપ્તધારા ટીમ દ્વારા બેટી બચાઓ વિષયે લાગણી સભર નાટક રજુ કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમા જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મકવાણા, મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, સીડીપીઓ રેખાબેન પાઠક, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી દિપ્તીબેન જોશી, સરપંચ દિપકભાઈ બારૈયા, તલાટી ભાવેશભાઈ સાચપરા, આંગણવાડી કાર્યકરો, નર્સો, હેલ્થ સ્ટાફ સહિત માલણકા ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન મિતુલભાઈ રાવલએ કર્યુ હતુ.

માન.મંત્રી વિભાવરીબેન દવે એ ભાવનગરના ભરતનગર ખાતે નિર્માણ પામી રહેલા શહેરના સૌથી મોટા પોલીસ સ્ટેશન કે જે ૭,૫૦૦ સ્ક્વેર ફુટમા આકાર લેશે તેનુ સ્થળ પર જઈ જાત નિરીક્ષણ કરી સંબંધિતોને જરૂરી સુચનાઓ આપી હતી તેમની આ મુલાકાત વેળાએ નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનિષ ઠાકર, ભરતનગર પોલીસ સ્ટાફ, શહેર સંગઠનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

Previous articleઆઈટીઆઈ ગઢડા ખાતે એસટી બસનો શુભારંભ
Next articleGPSC,PSI, નાયબ મામલતદાર, GSSB, પરીક્ષા ની તૈયારી માટે