કેન્દ્રિય રાજ્ય નાણામંત્રી અનુરાગસિંધ ઠાકુર ભાવનગરના સરદારનગર સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે મુર્તિ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો

702

ભાવનગર તાઃ ૧૪ : પુર્ણાવતાર ભગવાનશ્રી કૃષ્ણ તેમજ ભગવાનશ્રી સ્વામીનારાયણ ગુજરાતમા આવ્યા હતા આ ગુજરાતની ધરતી ખરા અર્થમા તપસ્વીઓની તપોભુમી છે ભારત દેશ આઝાદ થયા બાદ દેશમા રહેલા રજવાડાઓને એક છત્ર હેઠળ લાવવાનુ ભગીરથ કામ સરદાર વલ્લભભાઈ પટેલએ શરૂ કર્યુ કે તુરંત જ સૌપ્રથમ પોતાનુ ભાવનગર રાજ્ય સરદાર સાહેબના ચરણે ધરવાનુ પાવનકારી કામ પ્રાત: સ્મરણીય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ કર્યુ હતુ. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવવાનુ કામ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી બતાવ્યુ તેમ કેન્દ્રિય રાજ્ય નાણામંત્રીશ્રી અનુરાગસિંધ ઠાકુર ભાવનગરના સરદારનગર સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે મુર્તિ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે વધુમા ઉમેર્યુ હતુ કે જુના કાળમા રાજા મહારાજાઓ તેમના સંતાનોને ગુરુકુળમા શિક્ષણ માટે મોકલતા હતા કેમકે સાચુ જીવન ધડતર અને ચારીત્ર્યલક્ષ્રી શિક્ષણ ગુરુકુળમા જ મળતુ હોય છે. ભણતરની સાથે ઘડતર કરવાનુ કામ આ સ્વામીનારાયણ સંપ્રદાયની સંસ્થા કરી રહી છે. દેશના ધડતરમા યુવાનો મહત્વપુર્ણ યોગદાન આપી શકે આપણા દેશમા ૬૫% વસ્તી યુવાનોની છે તેમ જણાવી તેમણે ઉપસ્થિત યુવાનોને કઠોર પરિશ્રમ થકી આગળ વધવા આહવાન કર્યુ હતુ.

ધારાસભ્યશ્રી જીતુભાઈ વાધાણીએ જણાવ્યુ હતુ કે સ્વામીનારાયણ ગુરુકુળ સંસ્થા ભાવનગરમા વિદ્યાથીઓને શિક્ષણ આપી તેની સાથે સંસ્કાર સિંચન કરી એક ઉત્તમ પ્રકારના નાગરીક બને તે મુજબના પ્રયત્નો કરવામા આવે છે.


આ સંસ્થાના ભુતપુર્વ વિદ્યાર્થી અને સાબરકાંઠાના નાયબ કલેક્ટરશ્રી ચરણસિંહ ગોહિલએ પ્રાસંગીક પ્રવચનમા જણાવ્યુ હતુ કે સંસ્થા દ્વારા ઈન્ટરનેટના માધ્યમથી એક ગૃપ બનાવી પરસ્પર આકસ્મિક સંજોગોમા ઉપયોગી થઈ શકાય તે મુજબના સંદેશાઓની આપ-લે થવી જોઈએ. આમ કરવાથી તેની દુરોગામી શુભ અસરો જોવા મળશે. આ પ્રસંગે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની દ્રશ્ય-શ્રાવ્ય ફિલ્મ દર્શાવવામા આવી હતી. નાના ભુલકાઓએ તેમની કૃતિઓ રજુ કરી હતી.


આ કાર્યક્રમમા સાંસદ ડૉ.ભારતીબેન શિયાળ, ભુતપુર્વ સાંસદશ્રી રાજેન્દ્રસિંહ રાણા, પ્રદેશ સંગઠનના હોદ્દેદારશ્રી પ્રદિપસિંહ વાઘેલા, મેયરશ્રી મનહરભાઈ મોરી, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, શહેર સંગઠનના સનતભાઈ મોદી,ઉદ્યોગપતિશ્રી કોમલકાંત શર્મા, શ્રી કે.પી.સ્વામી, નૌતમ સ્વામી, રામ સ્વામી, સંસ્થાના શિક્ષકો, શિક્ષિકાઓ, યુવાનો, યુવતીઓ તથા સ્વામીનારાયણ સંપ્રદાયના હરીભક્તો હાજર રહ્યા હતા.માન.મંત્રીશ્રી અનુરાગસિંઘ ઠાકુરએ કસ્ટમ્સ ડિવિઝન ભાવનગર ખાતે મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી વિગતવાર જાણકારી મેળવી હતી. આ બેઠકમા કસ્ટમ્સ ડિવિઝન ભાવનગર તથા અમરેલીના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Previous articleસાંસદ ભારતીબેન શિયાળ ની ભલામણ થી બ્લડ કેન્સર ના દર્દી ને 3 લાખ ની સહાય
Next articleભાવનગર શહેર કોંગ્રેસ દવારા ધરણા યોજાયા