ઝોમાટો બેગમાંથી દારૂ ની ડિલિવરી : છ બોટલ વિદેશ દારૂ સાથે એક ઝડપાયો

773

દારૂની હેરાફેરી માટે બૂટલેગરો નવી જ કારીગરી કરી રહ્યા છે. આવી જ કારીગરી કરીને દારૂની ડિલિવરી કરવા જતાં એક વ્યક્તિને પોલીસે પકડી પાડ્યો છે. આ વ્યક્તિ Zomatoની બેગમાં
દારૂની ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો.

ફૂડ ડિલિવરીની આડમાં દારૂની હૉમ ડિલિવરી : ફૂડની હૉમ ડિલિવરી કરતી Zomato, Swiggy જેવી કંપનીઓએ મોટા શહેરોમાં પોતાની સેવા શરૂ કરી છે. બીજી તરફ દારૂ કે નશીલા પદાર્શોની હેરાફેરી કરતા લોકો આવી કંપનીઓના કપડાં અને બેગનો ઉપયોગ કરીને આવા પદાર્થોની હેરાફેરી કરી રહ્યાનો બનાવો રાજ્યમાં પ્રકાશમાં આવતા રહે છે. ગત અઠવાડિયે અમદાવાદમાં પણ ફૂડ ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરીનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. હવે રાજકોટમાં જ આવું કૌભાંડ સામે આવ્યું છે.

Previous articleસિહોર તાલુકા ના ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા દાનસંગભાઈ મોરી ના સમર્થન માં આવેદનપત્ર આપ્યું
Next articleચિત્તા તથા શેઢાડી ની લાઇવ ફાઇટ